સોકલી ગુરૂકુળ ખાતે વિરમગામ તાલુકાનો ૭૦મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

0
44

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
 
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સહજાનંદ વિદ્યામંદિર સોકલી ગુરૂકુળ ખાતે વિરમગામ તાલુકાના ૭૦માં વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાનો અને સંતોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સોકલી ગૂરૂકુળના રઘુવીર સ્વામિ, વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ, પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, મામલતદાર કુંજલ શાહ,કાન્તિભાઇ પટેલ, લક્ષ્મણભાઇ મોરી,પુષ્કરભાઇ સાધુ, નિલેશભાઇ ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY