અમદાવાદ,તા.૧૭
બિટકોઈન તોડકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૯ સપ્ટેમ્બરના રોજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેર ગામેથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ ૧૦ સપ્ટેમ્બરના રોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે આ રિમાન્ડ પુરા થઈ જતા સીઆઈડી ક્રાઈમે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા. પરંતુ સીઆઈડીએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોટડીયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
બિટકોઈન કૌભાંડમાં નલિન કોટડીયાને ભૂમિકા ભજવવા બદલ ૬૬ લાખ રૂપિયા મળવાના હતા. જે પૈકી તેને ૩૫ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી દ્વારા ૨૫ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



