કોલમ:- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક:- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)
મો.નંબર:-9824856247
“હું હરેશના ઘરે ક્યારે પણ નહિ જ આવુ. તેણે મારૂ જાહેરમાં અપમાન કર્યુ હતુ અને મને ક્યાંય મોં દેખાડે એવી રાખી નથી. હરેશ મારો પુર્વ પ્રેમી હતો અને હું તેને ખુબ જ પ્રેમ કરતી હતી પરંતુ કોણ જાણે કેમ હરેશ મારાથી દુર થઇ ગયો. હરેશ મને હવે બોલાવતો પણ નથી એટલે હું તેને નફરત કરૂ છું અને તું દિવાળીના તહેવાર પર મને હરેશના ઘરે લઇ જવા માંગે છે” આ શબ્દો છે વૈશાલીના. વૈશાલી તેની સહેલી નવ્યા સાથે વાતચીત કરી રહી છે અને નવ્યા દિવાળીના તહેવારમાં વેશાલી અને હરેશને ફરીથી મેળવવા માંગે છે. નવ્યા જ્યારે હરેશની વાત કરી રહી હોય છે ત્યારે વૈશાલી ગુસ્સા સાથે કહે છે કે, જો તને હરેશ બહું પસંદ હોય તો તું તેની સાતે લગ્ન કરી લે, મારે તેની કોઇ પણ વાત સાંભળવી નથી. નવ્યાએ કહ્યુ કે, અત્યારે તું ગુસ્સામાં છે અને શું બોલી રહી છે તેનું તને ભાન પણ નથી. હરેશ તારો ભુતકાળ, વર્તમાન અને ભવિષ્ય છે, જેને કોઇ બદલી શકે તેમ નથી. રાગ દ્વેશ ભુલીને પ્રકાશના મહાપર્વ દિવાળીની ચાલો સૌ સાથે મળીને પ્રેમથી ઉજવણી કરીએ. વૈશાલીએ તરત જ કહ્યુ કે, હરેશે મારા જીવનમાં અંધકાર ફેલાવ્યો છે અને તને દિવાળીમાં તેની સાથે ઉજવણી કરવાનું કહેતા શરમ પણ નથી આવતી. રાગ દ્વેશ ભુલીને પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી તેની સાથે કરાય જેને અજાણતા છેતર્યા હોય પરંતુ જાણી જોઇને છેતરનારા વ્યક્તિને ક્યારેય માફ ન કરાય. “આ તુ નહિ તારો ગુસ્સો બોલી રહ્યો છે. દિવાળીના તહેવાર પર તારી આ મિત્ર પર એક વખત ભરસો કર અને મારી વાત માન તો સારૂ. બાકી તું જીવનભર તારી પોતાની જાતને ક્યારેય માફ નહી કરી શકે.” તેમ નવ્યાએ કહ્યુ ત્યારે વૈશાલી ફક્ત એટલું જ બોલી કે, હું તારી સાથે આવીશ પરંતુ જો હરેશ મને પુરતુ માન સન્માન નહી આપે કે મારો તિરસ્કાર કરશે તો મારા જેવું બીજુ કોઇ ખરાબ નહિ હોય અને તેનું ખુબ જ ગંભીર પરીણામ આવશે. આ સાંભળીને નવ્યાએ કહ્યુ કે, પ્રેમમાં કોઇ પુર્વ શરત ન હોય પરંતુ તમને બન્નેને ફરીથી એક કરવા માટે મને તારી તમામ શરતો મંજુર છે. થોડીવાર વાતચીત કર્યા પછી નવ્યા અને વૈશાલી છુટા પડે છે.
બીજા દિવસે સવારે વહેલા ઉઠીને નવ્યા ભગવાનને પ્રાર્થના કરે છે કે આ બન્ને પ્રેમી યુગલોને એક કરજો અને તેમના જીવનમાં ફરીથી પ્રેમની વસંત ખીલવજો. વૈશાલી જ્યારે ભગવાનની મુર્તિ સામે બેસીને પ્રાર્થના કરી રહી છે ત્યારે યોગાનુયોગ હરેશનો ફોન આવે છે પરંતુ નવ્યા પ્રાર્થના કરી રહી હોવાથી મોબાઇલની રીંગ તરફ ધ્યાન આપતી નથી. થોડીવારમાં ફરીથી મોબાઇલની રીંગ વાગે છે પરંતુ નવ્યા પ્રાર્થનામાં મંત્રમુગ્ધ બની ગઇ છે. આ ફોનની રીંગ વૈશાલીની હતી. વૈશાલી અને હરેશ વારંવાર નવ્યાને ફોન કરે છે પરંતુ તે ફોન ઉપાડતી નથી. પ્રાર્થના પુર્ણ કરીને જ્યારે નવ્યા મોબાઇલ હાથમાં લે છે તો તેના આશ્ચર્યનો કોઇ પાર નથી રહેતો. વૈશાલી અને હરેશના અનેક મીસકોલ જોઇને થોડીવાર માટે તો નવ્યા મુંજાઇ જાય છે. નવ્યા સૌ પ્રથમ હરેશને ફોન કરે છે ત્યારે હરેશ બીજા કોઇ વાતચીત કર્યા વગર સીધુ એમ પુંછે છે કે, મારી વૈશાલી શું કરે છે. આ સાંભળીને નવ્યા કહે છે કે, તારા વગર અધુરી છે પણ પહેલાની જેમ અવિરત પ્રેમ કરે છે. હરેશે કહ્યુ કે, હું પણ ક્યારેય વૈશાલીને ભુલી શક્યો નથી અને તેને આજે પણ પ્રેમ કરૂ છું. હવે તું જ અમને બન્નેને એક કરી શકે છે. આ સાંભળતાની સાથે જ નવ્યા ખુબ જ ખુશ થઇ જાય છે અને ફોન કટ કરીને સીધી વૈશાલીને ફોન કરે છે. વૈશાલી પણ સીધુ એમ જ કહે છે કે મને આખી રાત ઉંધ નથી આવી અને હરેશના જ વિચારો આવ્યા કરે છે હું હરેશને પ્રેમ કરૂ છુ અને જીવનભર કરતી રહીશ. હરેશ મારી જીંદગી છે અને મારી જીંદગીને તું જ પાછી લાવી શકે તેમ છે. મિત્ર મારૂ જીવન હવે તારા હાથમાં છે. આ સાંભળીને નવ્યા કહે છે કે, પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપા તમારા બન્ને પર વરસી રહી છે અને જીવનભર પ્રેમથી સાથે રહેજો. અમે બન્ને એક થઇ જઇશું પરંતુ તમારે અમને દિવાળીના તહેવારનું મહત્વ સમજાવવું પડશે તેમ વૈશાલીએ કહ્યુ. નવ્યા એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર વૈશાલીને લઇને હરેશના ઘરે પહોચી જાય છે. હરેશ વૈશાલીને ભેટવા જાય છે ત્યારે નવ્યા રોકે છે અને કહે છે કે, “તમારે બન્નેએ સાથે બેસીને પહેલી દિવાળીના તહેવારનું મહત્વ સાંભળવું પડશે. દીવાળી એ હિંદુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવવામાં આવે છે. અસત્ય પર સત્યના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે. આજના દિવસે ભગવાન રામ લંકા જીતીને 14 વર્ષે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં દિવાળી ઉજવવામાં આવે છે. અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે. રામ ભગવાન અયોધ્યા પધાર્યા તેની ખુશીમાં તે સમયે અયોધ્યાના લોકોએ દીપ પ્રગટાવીને એક મોટો ઉત્સવ ઉજવ્યો હતો. અને એટલા માટે જ દીવાળી પર્વને અસત્ય પર સત્યના વિજયનો તહેવાર માનવામાં આવે છે. દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ પણ ગણવામાં આવે છે. આ દિવસે સાક્ષરો, વિદ્વાનો અને વિદ્યાના ઉપાસકો પોતાનાં પુસ્તકોનું પૂજન કરી બુધ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા યાચે છે. તો વેપારીઓ તેમના હિસાબી ચોપડાઓનું વિધિવત્ પૂજન કરે છે અને નવા વર્ષના નવા ચોપડાઓનો પ્રારંભ કરે છે. દિવાળીને સામાન્ય રીતે આપણે આનંદ અને ઉત્સવનો તહેવાર માનીએ છીએ. પરંતુ દિવાળીની મારી દ્રષ્ટીએ હું જો વ્યાખ્યા આપવાં બેસું તો ચોક્કસપણે એમ કહી શકું દિવાળી એટલે જીવનમાં ફેલાયેલા અંધકારોને દુર કરીને જીવનમાં પ્રકાશ ફેલાવવાનું પર્વ. આપણા જીવનમાં દ્વેષ, ઈર્ષા, આછકલાઈ, કપટ, શત્રુતા, કોઈનું ખરાબ કરવાની આદત વગેરે જેવા અનેક અંધકારો ફેલાયેલા છે આ તમામ અંધકારોને જીવનમાંથી દૂર કરીને જીવનમાં ભક્તિ, પ્રેમ, પરસ્પર સહયોગ, એકતા વગેરે જેવા પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દિવાળી. દિવાળીમાં તમામ લોકોએ ઘર સાફ કરવાની સાથે પોતાનું હ્યદય કે મનને પણ અવશ્ય સાફ કરવું જોઇએ. દિવાળીમા રાગ દ્વેશ ભુલીને નવ કપડાની સાથે નવા વિચારોને આવકારીને હર્ષોલ્લાસથી સાથે મળીને દિવાળીની ઉજવણી કરવી જોઇએ”
નવ્યાની વાત પુર્ણ થતાની સાથે જ તે વૈશાલી અને હરેશને એકલા મુકીને જતી રહે છે. વૈશાલી અને હરેશ પ્રેમથી એકબીજાને ભેટી પડે છે અને બન્નેની આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે. વિખુટા પડેલા બન્ને પ્રેમીઓનું દિવાળીના પુર્વમાં પુનઃમિલન થાય છે અને વૈશાલી હરેશની પ્રેમની વસંત ખીલી જાય છે. થોડીવાર પછી નવ્યા ફટાકડા લઇને પાછી આવે છે અને સૌ સાથે મળીને પ્રકાશના મહાપર્વ દિવાળીની ઉજવણી શરૂ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




