સુજપૂરા પ્રાથમિક શાળામાં દલિતો સાથે ભેદભાવ અંગે શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
165

દલિત સમાજના બાળકો સાથે શાળાના આચાર્ય દ્વારા ભેદભાવ રખાતો હોવાથી દલિત સમાજમાં આક્રોશ

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના છેવાડે આવેલ સુજપૂરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં દલિત સમાજના બાળકો સાથે જાતિ આધારિત ભેદભાવની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.
સુજપૂરા ગામની શાળામાં અભ્યાસ કરીને ધોરણ ૦૮માં પ્રથમ નંબરે પાસ થનાર મનીષાબેન છગનભાઇ નાડીયા ને પ્રવેશ ઉત્સવમાં જાહેરમાં સન્માન ન કરી તેનું અપમાન કરેલ હોઈ મનીષાને લાગીઆવતા તેને આપઘાત કરવા દવા પીવા જતા તેના બાપુજી જોઈ જતા તેના હાથમાંથી દવા ઝૂંટવી લીધી હતી. આ ઘટના બાદ મનીષાએ પોતાની સાથે થયેલ ભેદભાવની વાત પરિવારને કરતા પરિવારે ન્યાય મેળવવા અને આચાર્ય સામે પગલાં ભરવા માટે જુદી જુદી જગ્યાએ લેખિત રજુઆત કરી હતી. પરંતુ કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ ન હોઈ આ સમગ્ર હકીકતની જાત માહિતી મેળવવા દલિત અગ્રણી કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરા, ચન્દ્રકાંતભાઈ, વસંતભાઈ, શૈલેષભાઇ ડોડીયાનાઓ ગામે જઈને પીડિત પરિવાર અને અન્ય બાળકો સાથે મિટિંગ કરેલ તો બાળકોએ જણાવેલ કે તેમને મધ્યાહન ભોજનમાં જુદા બેસાડવા, પીવાનું પાણીમાં ગ્લાસ ન આપવા, જમવાની ડિશો અલગ રાખવી, સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ ન લેવા દેવો, રૂમમાં દલિત બાળકોને છેલ્લે બેસાડવા, સંડાસ અને મુતરડી સાફ કરાવીને જાતિ આધારિત ભેદભાવ રખાતો હોવાની બાળકોએ કબૂલાત કરી હતી.
આ સમગ્ર ઘટના ની ગંભીરતા જોઈને દલિત અગ્રણી કિરીટ રાઠોડ ( કન્વીનર. અનુ.જાતિ અધિકાર આંદોલન સમિતિ) અને કનુભાઈ સુમેસરા સહિતના આગેવાનો સાથે મળીને પીડિત પરિવાર છગનભાઇ નાડીયાને સાથે રાખીને ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી, શિક્ષણ વિભાગ, ગાંધીનગર ને સંબોધીને મામલતદાર, દેત્રોજ અને પી.એસ.આઈ, દેત્રોજ ને લેખિત ફરિયાદ આપીને જવાબદાર આચાર્ય પ્રકાશ પંચાલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજુઆત કરી હતી,

આ સમગ્ર ઘટના વિશે કિરીટ રાઠોડે જિલ્લા્લ્લા્્લા્લ્લા વહીવટી તંત્રને ૨૪ કલાકમાં કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જો દલિત સમાજને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ભેદભાવ રાખતી શાળાઓમાં જનતા રેડ પાડીને આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.

રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો.9898397487

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY