વૉશિંગ્ટન,તા.૧૫
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્રેઝરી અને વિદેશ વિભાગને કહ્યું કે, સીરિયામાં અશાંતિ ફેલાવવા માટે જવાબદાર વ્યક્તિ, સંસ્થાઓ અથવા તુર્કી સરકારના સહયોગીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. રાષ્ટ્રપતિએ આ અંગે એક આદેશ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમેરિકા તુર્કી સાથે ૧૦૦ બિલિયન ડોલરની(અંદાજે ૭ લાખ કરોડ રૂપિયા) બિઝનેસ ડીલની વાતચીતને તાત્કાલિક અટકાવી દેશે. સાથે જ સ્ટીલ ટૈરિફને ૫૦% સુધી વધારી દેવાશે.
વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ એક નિવેદનમાં કહ્યું કે, તુર્કીના ત્રણ અધિકારીઓને પ્રતિબંધિત કરવા માટે નામ આપવામાં આવ્યા છે. જેમાં ઉર્જા અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ છે. અમેરિકાએ આ પગલા પૂર્વોત્તર સીરિયામાં તુર્કીના સૈન્યની કાર્યવાહીના જવાબમાં ઉઠાવ્યો છે. જો તુર્કી આ પ્રકારે જ હુમલા કરતા રહેશે તો તેના વિનાશકારક પરિણામ આવશે, જે માનવ સંકટમાં વધારો કરશે. તુર્કી સૈન્યની કાર્યવાહીઓના કારણે ૈંજીને ખતમ કરનારા અભિયાન, નાગરિકો અને સમગ્ર વિસ્તારની સુરક્ષા જોખમમાં છે.
ટ્રમ્પે કહ્યું કે, અમારા પ્રશાસને કાર્યાલયના પહેલા દિવસથી અમેરિકા અને તેના નાગરિકોની સુરક્ષા માટે ઘણા પ્રયાસો કર્યા છે. તુર્કીને પૂર્વોત્તર સીરિયામાં નાગરિકો, વિશેષ રીતે નબળા જાતીય અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષાઓને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.
અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગને સીરિયામાં તુર્કી અભિયાનને આવેશમાં આવીને ભરેલું પગલું જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે, આનાથી ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સમૂહોને હરાવવાની પ્રયાસોન અવરોધાય છે. અમેરિકી રક્ષા મંત્રી માર્ક એસ્પરે કહ્યું કે, ઉત્તર સીરિયામાંથી અમેરિકી સેનાની વાપસી ચાલુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


