વૉશિંગ્ટન,તા.૨૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષ ૨૪મી ઓક્ટોબરના રોજ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ ત્રીજી દિવાળી હશે. માહિતી પ્રમાણે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં દિપ પ્રાગટય કરી સત્તાવાર રીતે આ ઉજવણીની શરૂઆત કરશે. ભારતમાં દિવાળી ૨૭મી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે.
ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ વર્ષ ૨૦૦૯ માં વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવવાની શરૂઆત કરી હતી. ટ્રમ્પે પણ ચૂંટણી જીત્યા બાદ આ પરંપરાને જાળવી રાખી હતી. વર્ષ ૨૦૧૭માં તેમણે ઓવલ ઓફિસ (અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય) માં ભારતીય-અમેરિકી સમુદાય તથા પ્રશાસનના કેટલાક અધિકારીઓ સાથે દિપ પ્રાગટયથી દિવાળીની ઉજવણી કરી હતી. ગત વર્ષ તેમણે ભારતીય રાજૂત નવતેજ સરનાને દિવાળીની ઉજવણી માટે વ્હાઈટ હાઉસના રુજવેલ્ટ રુમમાં બોલાવવામાં આવ્યા હતા.
અમેરિકામાં દિવાળીથી એક સપ્તાહ અગાઉ નેતાઓ અને અધિકારીઓએ તેમની ઉજવણી મનાવવાની શરૂઆત કરી દીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



