વૉશિંગ્ટન,તા.૧૫
અમેરિકા અને ચીન વચ્ચે થવા જઇ રહેલ વેપારી કરાર પહેલા જ અમેરિકાએ ચીનને કરન્સીથી છેડછાડ કરનારા (કરન્સી મૈનિપુલેટેર) દેશોના લિસ્ટમાંથી બહાર કરી દીધુ છે. અમેરિકાએ તેને ગત વર્ષે આ લિસ્ટમાં મૂક્યુ હતું. કરાર પર હસ્તાક્ષર પહેલા નાણા મંત્રાલયે અમેરિકન કોંગ્રેસને સોંપવામાં આવેલ રિપોર્ટમાં કહ્યું કે, ચીનનું યુઆન મજબૂત થયુ છે. માટે તેને હવે કરન્સી મૈનીપુલેટર માનવું યોગ્ય નથી. આ પગલાને પહેલા ગુડવિલ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ચીન પર જાણી જોઇને કરન્સીને નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીને પોતાની કરન્સીને નબળી કરીને વેપાર અને ફેક્ટરીઓને હડપવાની કોશિશ કરી છે. ગત વર્ષે ચીને પોતાની કરન્સી યુઆનને પ્રતિ ડોલર સાતના સ્તર સુધી ઘટાડી નાંખી હતી. જે બાદમાં સુધરીને એક ડોલરનાં મુકાબલે ૬.૯૩ યૂઆનનાં સ્તાર પર આવી ગઇ હતી.
ચીન અને અમેરિકામાં લગભગ બે વર્ષ સુધી ટ્રેડ વોરના કારણે ચીનનાં ટ્રેડ સરપ્લસમાં ઘટાડો નોંધાયો. ગત વર્ષે ચીનનાં ટ્રેડ સરપ્લસમાં ૮.૫ પરસેંટનો ઘટાડો આવ્યો. આ દરમિયાન ચીનનું ટ્રેડ સરપ્લસ લગભગ ૨૯,૫૮૦ કરોડ ડોલર રહ્યું. ૨૦૧૮માં ચીનનું અમેરિકા સાથે ટ્રેડ સરપ્લસ ૩૨,૩૩૦ કરોડ ડોલર રહ્યું. નોંધનિય છે કે, બંન્ને દેશો વચ્ચે વ્યવસાયિક ખેંચતાણના કારણે ટેક્સમાં ગણી વાર વધારો કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


