લટાર મારવા નીકળેલ ૧૦ સિંહોનું ટોળું કેમેરામાં થયું કેદ

0
7

અમરેલી,તા.૧૮
થોડા દિવસ પહેલા ધારીના આંબરડી નજીક દસ સિંહોના ટોળાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ત્યારે વધુ આંબરડી નજીક ૧૦ સિહોના ટોળાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વહેલી સવારે સિંહોએ આંબરડી નજીકના વિસ્તારમાં લટાર મારી હતી. આ દ્રશ્યો રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકે કેમેરામાં કેદ કરી દીધી હતી. વાયરલ વીડિયોમાં જાઇ શકાય છે કે, સિંહણ સાથે નાના નાના સિંહબાળ લટાર મારવા માટે નીકળી પડ્યા છે. અમરેલી જિલ્લાના ધારીના આંબરડી નજીક ૧૦ સિહોનું ટોળુ જાવા મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે નાના નાના સિંહબાળોને લઇને સિંહણએ આંબરડી નજીક ધામા નાખ્યા છે.
આ દ્રશ્યને જાઇને સિંહ પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક સાથે બાર સિંહો દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થતો નજરે ચડ્યો હતો. દલખાણીયામાં ૨૩ સિંહોના મોત બાદ ધારી વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહોના ટાળા જાવા મળ્યાનો અદભુત નજારો સર્જાયો હતો.આવી જ રીતે થોડા દિવસ પહેલા જ આ ટાળું વહેલી સવારે લટાર મારવા માટે નીકળ્યું હતું ત્યારે સ્થાનિક યુવકે વીડિયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY