પરિવાર દુબઇ ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી ૧.૭૦ લાખ લઇ રફ્ફૂ

0
9

આણંદ,તા.૨૫
બોરસદ શહેરની શિવકૃપા સોસાયટીમાં રહેતો પરિવાર દુબઈ ફરવા ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં મૂકેલી તિજારીઓ અને કબાટો તોડી રૂ.૧,૭૦,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી. જેની જાણ થતાં આ અંગે બોરસદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.
બોરસદ શહેરના કોલેજ રોડ ઉપર સ્વસ્તિક સોસાયટી આવેલી છે. જ્યાં રમેશચંદ્ર પ્રાણજીવનદાસ શાહ પરિવાર સાથે રહે છે અને તમાકુનો વેપાર કરે છે. તેમના નાના ભાઈ વસંતભાઈ બોરસદની શિવકૃપા સોસાયટીમાં પત્ની જ્યોત્સનાબેન સાથે રહે છે. ગત તા. ૧૯મીના રોજ વસંતભાઈ અને તેમના પત્ની જ્યોત્સનાબેન ઘર બંધ કરીને દુબઈ જવા નીકળ્યા હતા. જેની ચાવી રમેશચંદ્રભાઈને આપી હતી.
સોમવારે તા. ૨૩ ના રોજ સાંજે પાંચ વાગે રમેશચંદ્ર પોતાના ભાઈ વસંતના ઘરે જોવા માટે ગયા હતા. તેમણે જોયું તો મકાનમાં પ્રવેશવા માટે આવેલ લોખંડના દરવાજાનું તાળું તૂટેલું હતું. એટલે તેઓ દરવાજા ખોલીને મકાનમાં ગયા હતા. તેમણે જાયું તો મકાનમાં પ્રવેશવાનો લાકડાનો દરવાજા અર્ધખુલ્લો હતો. વળી મકાનના પ્રથમ બેડરૂમમાં મૂકેલી લોખંડની બે તિજારી તૂટેલી હતી અને સરસામાન વેરવિખેર પડયો હતો. જેથી ભાઈના ઘરે ચોરી થઈ હોય રમેશચંદ્રએ તરત જ દુબઈ ગયેલા ભાઈને ફોન કર્યો હતો અને તિજારીમાં શું શું હતું તે જાણ્યું હતું. તસ્કરો વસંતભાઈના ઘરેથી સોના-ચાંદીના દાગીના, રોકડા રુ. ૨૫ હજાર મળી કુલ રુ. ૧,૭૦,૦૦૦ની મત્તા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY