પૂર્વ સરપંચે રસ્તો બંધ કરતા ૧૦૮ સમયસર ન પહોંચી, વૃદ્ધાનું મોત

0
48

આણંદ,તા.૧૮
આંકલાવ તાલુકાના નારપુરા ગામથી આધિયાપુરા તરફ જતો સરકારી રસ્તો ગામના પૂર્વ સરપંચ મહેશભાઈ ભાઈલાલભાઈએ આ રસ્તો નકશામાં દર્શાવેલો નથી તેમ કહી પોતાના ખેતર પાસે આવેલ આ સરકારી રસ્તો બંધ કરી લીધો હતો. જેને લઈને આધિયાપુરા તરફથી અવર જવર કરતા લોકોને રસ્તો બંધ થઈ જતા ભારે હાલાકી અનુભવી પડતી હતી. ત્યારે આધિયાપુરામાં રહેતા મધુબેન જીવાભાઈની તબીયત લથડતા તેઓને સારવાર અર્થે લઈ જવા ૧૦૮ની એમ્બ્યુલન્સ વાન બોલાવામાં આવી હતી પરંતુ રસ્તો બંધ હોવાના કારણે ૧૦૮ જઈ નહીં શકતા અને મધુબેનને તાત્કાલિક સારવાર ના મળતા તેઓનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાને લઈને આધિયાપુરાના સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસને જાણ કરતા ભાદરણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તેઓએ આ બંધ કરેલો માર્ગ તાત્કાલિક ખોલી નાખી પૂર્વ સરપંચ મહેશભાઈની અટકાયત કરી ભાદરણ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભાદરણ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY