અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે આવેલ ગોકુળ રિફાઈન્ડ ઓઈલ કંપની દ્વારા સાંગ નદી મા કેમિકલ યુક્ત પાણી છોડવાથી ૭ પશું ઓના મૃત્યુ, પરંતુ છ,સાત દિવસ સુધી મૃતપશુ નદીમાજ તરી રહયાં છે રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી ગ્રામજનોમાં ભય, તંત્ર નિંદ્રાધીન

અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે થી પસાર થતી નદી મા ગોકુલ કંપની દ્વારા છોડવામાં માં આવતું કેમિકલ યુક્ત પાણી ના લીધે સાત પશુઓ ના મૃત્યુ થયાં છે જે ઘટનાને આજે છ થી સાત દિવસ જેટલો સમય વીતવા છતાં પણ હજુ સુધી મૃત પશુઓ નદી મા તરી રહ્યા છે આસપાસમાં આવેલ તમામ કંપની ઓ દ્વારા છોડવામાં માં આવતું કેમિકલ યુક્ત પાણી ભવિષ્ય માં પણ મોટી જાન હાનિ સર્જીશકે છે જો સમયસર પગલા લેવામાં નહીં આવેતો ..?
આ બાબતે ગ્રામજનો દ્વારા ઉગ્રરજૂઆત કરવા સહિતની ચીમકી ઉચ્ચારી છે આ ઘટનાને પગલે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ભુજ અધિકારી સુરેશ અગ્રવાત સાથે વાત કરતા જણાવ્યું હતુંકે આ બાબતે ગાંધીધામ કચેરી દ્વારા અમને સેમ્પલ મોકલવામાં આવ્યા છે જેનું એનાલીસીસ રિપોર્ટ મડયા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરાશે બીજી તરફ અંજાર મામલતદાર ને પણ જાણ કરાઈ પણ તેઓ દ્વારા જણાવાયું હતું કે અમારી ટીમ ભુજ મિટિંગમાં રોકાયેલી છે આ કામ બાબતે તાલુકા વિકાસ અધિકારી ને જાણ કરાતાં તેઓ દ્વારા જવાબ આપવામાં આવેલ કે હું મેળામાં છું બીજી તરફ સેફ્ટી એન્ડ ફાયર બ્રિગેડની ઓફિસે જાણ કરાતાં તેઓ દ્વારા કહેવા મુજબ તેઓ પાસે આવા કોઈ સાધનો ના હોવાથી મૃત શરીર બહાર કાઢવા મુશ્કેલ છે એક તરફ ગુજરાત સરકાર ના કર્મચારીઓ ને કામગીરી કરવામાં કોઈ પણ રસ લાગ તો નથી તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ રોગચાળો અટકાવવા સરકાર કરોડોનો ધુમાડો કરી રહીછે ત્યારે આસપાસમાં વસતા લોકોમાં રોગચાળો ફાટી નિકડશે તો તેના જવાબદાર કયા અધિકારી કે તંત્ર બનશે.? ત્યારે આવા કેમિકલ યુક્ત પાણી છોડતી આવી કંપનીઓ સામે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવવા જોઈએ જેની જગ્યાએ તેને શામાટે છાવરી રહયાં છે તે પણ તપાસ માગીલે તેવો વિષય છે આ યક્ષ પ્રશ્નનો તાત્કાલિક નિર્ણય કરી રોગચાળો ફેલાય તે પહેલાં મૃતપશુઓ આ નદીમાંથી બહાર કઢાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે
રિપોર્ટ : બિમલ માંકડ 78746 36092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





