ખેડા જિલ્લામાં ૬૯મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ખેડા જિલ્લા કક્ષાના વન મહોત્સવની વસો તાલુકાના પીજ ખાતે તા.૩૦-૦૭-૨૦૧૮ના રોજ સવારે ૯.૩૦ કલાકે મહાત્મા વિનય મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. આ અવસરે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષશ્રી સુનિલભાઇ સિંધી, સાંસદશ્રી દેવુંસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોંલકી, કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
નાયબ વન સંરક્ષક શ્રી ર્ડા.ટી.કરૂપ્પાસામીએ જણાવ્યું કે, ખેડા જિલ્લામાં જિલ્લા અને તાલુકા કક્ષા એમ બે તબક્કામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જિલ્લાના ૧૭૫ ગામોમાં ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ખેડા જિલ્લામાં તા.૩૦-૦૭-૨૦૧૮ થી તા.૧૧-૦૮-૨૦૧૮ સુધી મફત રોપા વિતરણ સહિત જિલ્લાના ગામોમાં વૃક્ષ રથ દ્ધારા રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડા જિલ્લામાં વન વિભાગ હસ્તકની ૧૪ નર્સરીઓ અને ૬૫ થી વધારે ગામોમાં લોકભાગીદારીથી બનાવેલ વિકેન્દ્રીત નર્સરીઓ મારફતે ઉછેરવાળા આવલ ૩૩.૮૧ લાખથી વધુ રોપાઓનું લોકભાગીદારીથી વિતરણ અને વાવેતર કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


