અડધી વસ્તીને પણ ન્યાય મળે,સંસદમાં સન્માનજનક પ્રવેશ મળે…!!

0
7

ચૂંટણી રાજકીય પક્ષોને કેવા કેવા રંગ બતાવે છે તેનો તાજા દાખલો સવર્ણોમાં આર્થિક રીતે કમજાર કે એમ કહીયે કે સવર્ણ ગરીબોને સરકારી નોકરીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં ૧૦ ટકા અનામત દેવાનો નિર્ણય છે. તેના માટે સંવૈધાનિક સંશોધન કરવામાં આવ્યુ. સંસદમાં ફક્ત બે દિવસમાં પસાર કરવામાં આવ્યુ. કોંગ્રેસ સહિતના લગભગ બધા પક્ષોએ તેનું સમર્થન કર્યુ. જા કે જે રીતે અનુમાન કરવામાં આવી રહ્યું હતું એ રીતે આ વિધેયક પસાર થતાં જ તેને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી. કોર્ટનો નિર્ણય જે પણ હોય પરંતુ દેશની અડધી વસ્તી જે વર્ગની છે. અને જેના વગર દુનિયા જ નહીં એ મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનું બિલ સંસદમાં લાંબા સમયથી પડી રહ્યું છે. વરસો વિતી ગયા પરંતુ તેની કોઈ પણ પક્ષો કે સત્તાધારી પક્ષ ભાજપને ચિંતા નથી. પરંતુ આ બિલ પસાર થાય તો દેશની વિધાનસભાઓમાં અને સંસદમાં મહિલાઓને ૩૩ ટકા અનામત મળશે. અત્યારે ફક્ત પંચાયતો અને મહાનગર પાલિકાઓ,નગર નિગમોમાં જ મહિલાઓને ૩૩ ટકા અનામતનો લાભ મળી રહ્યો છે. આને સંસદના ગૃહોમાં પણ લાગુ કરવાનો છે.
કેમ કે આનું મૂળ પ્રાવધાન કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કર્યું હતુ એટલા માટે હોઈ શકે કે ગાંધી-નેહરુ પરિવારથી રાજકીય દુશ્મની રાખવાવાળો ભાજપઆ ગૃહમાં નહીં લાવી રહ્યો હોય પરંતુ આ જાતિ રાજકારણની ઇર્ષાને કારણે દેશની અડધી વÂસ્તને અન્યાય થઈ રહ્યો છે. પરંતુ જા સંસદમાં આ પસાર થઇ જાય તો અડધી વÂસ્તને પૂરેપૂરો લાભ મળે અને તમામ રાજ્યોની વિધાનસભા અને લોકસભા ગૃહમાં ૩૩ ટકાને કારણે ચૂંટાઈ આવેલા મહિલાઓ ગર્વ સાથે સંસદ ગૃહમાં પ્રવેશ કરી શકશે. એવું નથી કોંગ્રેસ આનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ સામેથી કેન્દ્રની મોદી સરકારને કહ્યું છે કે મહિલા અનામત બીલ સરકાર લાવે કોંગ્રેસ સંપૂર્ણ સમર્થન આપશે. જે રીતે ગરીબ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવા માટે કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ સમર્થન આપ્યું એ જ રીતે મહિલા અનામત બિલને પણ સમર્થન મળશે જ જેમાં શંકાને કોઈ સ્થાન નથી. સવાલ ફક્ત એ છે કે સરકાર આ વિધેયકને ગૃહમાં ક્યારે રજૂ કરશે.
ભાજપ બેટી બચાવો-બેટી પઢાવોનો નારો આપે છે પરંતુ દેશની બેટીઓને ૩૩ ટકા અનામતની જેમ રાજ્યો અને કેન્દ્રમાં સત્તામાં ભાગીદાર બને તેના માટે પણ ભાજપ આગળ આવે. તાજેતરમાં ચૂંટણીના સમયે ભાજપ સહિત બધા પક્ષો મહિલાઓને પુરુષ ઉમેદવારોની સરખામણીએ સૌથી ઓછા પ્રમાણમાં ટિકિટ આપે છે પરંતુ જા ૩૩ ટકા અનામતનો કાયદો વિધાનસભા અને લોકસભાને માટે પણ લાગુ થાય તો તમામ પક્ષોએ ૩૩ ટકા મહિલાઓને ટિકિટ આપવી જ પડશે અને બધા રાજ્યોની વિધાનસભા ૩૩ ટકા મહિલાઓ હશે તો મહિલાઓને વધુ ન્યાય મળશે. મંત્રી-મંડળમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે અને ખરા અર્થમાં મહિલા સશÂક્તકરણ થઇ શકશે. ભાજપને મુÂસ્લમ મહિલાઓના ટ્રિપલ તલાક માટે લાગણી થાય છે લાગણી હોય તો તેની જેમ જ બધી મહિલાઓને ન્યાય દેવા માટે ૩૩ ટકા અનામત બિલને માટે પણ એવી જ સંવેદન કેમ નથી જાગતી…? શું ભાજપ મહિલા વિરોધી છે..? શું ભાજપ નથી ઇચ્છતું કે સદનોમાં અને સરકારમાં મહિલાઓની ભાગીદારી વધે…? ૧૦ ટકાની જેમ ૩૩ ટકાને માટે પ્રેમ ક્યારે જાગશે…? મહિલા સંગઠનો પણ સરકાર ઉપર દબાણ લાવે અને સંસદ ગૃહમાં પૂરા સન્માન સાથે પ્રવેશ કરે. તેઓ કોઇની મોહતાજ નથી આ તેમનો હક્ક અને અધિકાર છે. જ્યાં સુધી આ પૂરો ન થાય ત્યાં સુધી બધી વિધાનસભા-લોકસભા અડધી અધૂરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY