તરૂણનું અપહરણ કરી ત્રણ શખ્સોએ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ

0
7

જામનગર,તા.૨૩
કાલાવડ તાલુકાના નિકાવા પંથકમાં રહેતા એક પંદર વર્ષીય તરૂણનું રિક્ષામાં બેસાડી અપહરણ કરી જુદા જુદા સ્થળે લઇ જઇ ત્રણ શખ્સોએ સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય આચર્યાની તેમજ અન્ય બે શખ્સે ધાક ધમકી ઉચ્ચાર્યાનો બનાવ બહાર આવતા ચકચાર જાગી છે.
કાલાવડ તાલુકાના નિકાવા પંથકમાં રહેતા એક શ્રમજીવી પરિવારનો પંદર વર્ષની તરૂણ વયનો પુત્ર ઘર પાસે રમતો હતો, દરમિયાન એ જ ગામમાં રહેતા પાંચેક શખ્સો ત્યાં આવી લલચાવી ફોસલાવીને ઓટો રિક્ષામાં બેસાડીને તેનુ અપહરણ કરી લઇ ગયા હતા. ત્યારબાદ તરૂણને જુદા જુદા અવાવરૂ સ્થળે લઇ જઇ તેની સાથે ત્રણ શખ્સોએ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર તરૂણને ઘર નજીક રિક્ષામાંથી ઉતારીને અન્ય બે શખ્સોએ કોઇને જાણ કરીશ તો મારી નાખીશુ એવી ધમકી ઉચ્ચારીને પાંચેય શખ્સો નાશી છૂંટ્યા હતા.
આ બનાવથી એકદમ હતપ્રત બનેલા તરૂણએ બીજા દિવસે પરીવારજનોને જાણ કરતા તાકીદે કાલાવડ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બનાવનો ભોગ બનનારના પિતાની ફરીયાદના આધારે પોલીસે દિલશાદ યુનુસભાઇ શાહમદાર, ઇમ્તીયાઝ ઇકબાલ શહામદાર, સલીમશા ઉર્ફે અપલો અબ્દુલશા, આઝાદ આમદભાઇ અને ગીરીશ ગોરધનભાઇ વસોયા સામે અપહરણ અને દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ ડી.પી. ચુડાસમાએ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનાર તરૂણના મેડિકલ પરીક્ષણ સાથે પાંચેય આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY