ભાવનગર,તા.૨૩
ભાણેજ દ્વારા મામી પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વલ્લભીપુર તાલુકામાં ખેતરમાં મજૂરી કામ કરતા દંપતિ બંને રાત્રે સમયે ખેતરમાં સુતા હતા. ઘટના એવી છે કે ગતરાત્રિએ મામી પાસે ભાણિયાએ શરીર સુખની માંગણી કરી હતી જેથી મામીએ તેને શારીરિક સંબંધો બાંધવા માટે ના પાડી હતી. બીજી સવારે ખેતરમાંથી ફાટેલા વસ્ત્રોમાં મામીની લાશ મળી હતી.
મામી પાસે અઘટિત માંગણી કરી ત્યારે મામા પણ જાગી ગયા હતાય જેથી મામાને લોખંડના કોશના માથાના ભાગે મારી દીધા હતા. મામીએ દેકારો કરતા તેને પણ મોઢાના ભાગે કોશના ઘા મારી બંનેની નિર્મમ હત્યા કરી હતી. મૃતકના પિતા જયારે ખેતરમાં ગયા ત્યારે પુત્ર અને પુત્રવધુની લોહીથી લથપથ અને માથા તેમજ મોઢાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને બંનેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
બનાવના કારણ અંગે આરોપીએ જણાવ્યું કે મૃતક દંપતિ સંબંધમાં તેના મામા-મામી થતા હતા. મામી પાસે શરીર સુખ માણવાની માંગણી કરી પણ તેઓ ના પાડતા બંનેને કોશના ઘા મારી હત્યા કરી હતી. આ રીતે હવસ ન સંતોષાતા દંપતિની હત્યા કરી દેવાની ભાણેજે કબુલાત કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર કબ્જે કરીને આરોપીને કસ્ટડીમાં લીધો છે. આવતીકાલે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





