અમરેલી,તા.૭
દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્્યતા રહેલ હોવાથી દરિયામાં ડિપ્રેશન અને ત્યારબાદ સાયકલોન સ્ટ્રોમ બનનવાની શક્યતા રહેલ હોવાથી જાફરાબાદના દરિયાકાંઠે ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ફિશરીશ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. આગામી ૨૪ કલાક દરમિયાન પવનની ઝડપ વધી શકે છે.
મત્સ્યોદ્યોગ અધિક્ષકની વડી કચેરી ગાંધીનગરથી આપવામાં આવેલ સુચના અન્વયે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્્યતા રહેલ છે. દરમિયાન ડિપ્રેશન તથા ત્યારબાદ સાયક્લોન સ્ટ્રોમ બનવાની શક્્યતા રહેલ છે. જેથી દેવભુમિ દ્વારકાના તમામ મત્સ્યોદ્યોગ કેન્દ્રો પરથી માછીમારી કરવા જતી તમામ માછીમારી બોટોને તાત્કાલીક અસરથી ટોકન આપવાનું ફીશરીઝ ગાર્ડઝને સુચના આપવામાં આવી છે. તેમજ હાલમાં દરિયામાં માછીમારી કરવા ગયેલ તમામ માછીમારી બોટોને તાત્કાલીક અસરથી પરત ફરી જવા સંદેશો પાઠવવામાં આવ્યો છે. તેમજ હજુ પણ દરિયામાં હવામાન ખરાબ હોવાથી આગામી ૪૮ કલાક સુધી જ્યાં સુધી સુચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


