કોંગ્રેસે મત માટે ૨૬/૧૧ના હુમલામાં હિંદુઓને ફસાવ્યાઃ મોદી

0
23

અંતે મોદીએ ખેલ્યુ હિન્દુ કાર્ડ..?,વડાપ્રધાને રેલી કરી વિપક્ષ પર પ્રહારો કર્યા
પ્રથમ ચરણના મતદાન બાદ વિરોધીઓના મોઢે તાળા લાગી ગયા છે,હવે તેઓ એરસ્ટ્રાઇકના પુરાવા નથી માંગી રહ્યાં,ભારત તેરે ટુકડે હોંગે કહેનારાઓને જવાબ આપવા માંગુ છું
અરરિયા,તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના અરરિયામાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ નેપાળને અડીને આવેલી સીમાંચલની ભૂમિ પરથી કહ્યું કે કોંગ્રેસ સરકારે ૨૬/૧૧ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાનને સબક શીખવાડવાના સ્થાને હિંદુઓને ફસાવવાનું કાવતરૂ ઘડ્યું હતું. કોંગ્રેસે વોટભતક્તિની રાજનીતિ કરવા માટે આ કામ કર્યુ હતું
પીએમ મોદીએ કહ્યું, “નાત જાતના ભેદભાવ સીવાય આપણી ઓળખા એક ભારતીય તરીકે છે. મેં પાંચ વર્ષ સુધી તમારી સેવા કરી છે. જે લોકોને ભારત માતાના જયકારાથી સમસ્યા હતી તેમને પહેલા બે ચરણના મતદાનમાં જવાબ મળી ગયો છે. હવે તેમના ચહેરા ઉતરેલા છે અને તેઓ હવે એર સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યાં નથી.
પીએમ મોદીએ કહ્યું કે દેશભક્તિની રાજનીતિ શા માટે થાય છે તે તમે પહેલા ઊરી અને બાદમાં પુલવામાં હુમલા વખતે જાઈ લીધું હતું. પહેલાં સર્જિકલ સ્ટ્રાઇક અને બાદમાં એરસ્ટ્રાઇક થઈ હતી. જે પાકિસ્તાન દુનિયામાં છાતી કાઢીને દાદાગીરી કરતું હતું તેને સમગ્ર વિશ્વમાં ભારતે નોખું પાડી દીધું છે. પ્રથમ ચરણના મતદાન બાદ વિરોધીઓના મોઢે તાળા લાગી ગયા છે, હવે તેઓ એરસ્ટ્રાઇકના પુરાવા નથી માંગી રહ્યાં, મતદાતાઓએ તેમના મોઢા પર તાળા મારી દીધા છે.
પીએમ મોદીએ ઉમેર્યુ કે સત્યને કોઈ આંચ આવતી નથી. પ્રથમ બે ચરણના મતદાનમાંજ તેમની જમીન ખસી ગઈ છે. બે ચરણોના જે સંભવિત પરિણામ આવી રહ્યાં છે ત્યારથી તેમમે વીર જવાનો પાસે પુરાવા માંગવાનું બંધ કરી દીધું છે. હવે તો તેમને પહેલાં જેટલા સંસદમાં હતા એટલા પણ પાછા પહોંચશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે.
પીએમ મોદીએ બિહારની એક સભામાં કહ્યું હતુ કે,દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટર થયુ ત્યારે તેના પર સવાલ ઉઠાવીને શું કોંગ્રેસે શહીદ પોલીસ અધિકારીનુ અપમાન નહોતુ કર્યુ ?મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસના લોકો પાકિસ્તાન પર કાર્યવાહી કરવાની જગ્યાએ હિન્દુઓને આતંકવાદ સાથે જોડી રહ્યા હતા.
તેમણે કહ્યું હતુ કે, બાટલા હાઉસમાં જ્યારે પોલીસ ખાતાના જાંબાઝોએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી ત્યારે ખુશ થવાની જગ્યાએ કોંગ્રેસના મોટા મોટા નેતાઓની આંખોમાં આંસુ આવી ગયા હતા.શું તે શહીદોનુ અપમાન નહોતુ?
સાધ્વી પ્રજ્ઞાએ મુંબઈ હુમલાના શહીદ પોલીસ અધિકારી હેમંત કરકરે અંગે આપેલા નિવેદન બાદ કોંગ્રેસે સાધ્વી પ્રજ્ઞા પર શહીદોનુ અપમાન કરવાનો આરોપ મુક્યો હતો.પીએમ મોદીએ બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરીને તેનો જવાબ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY