રૂપાણી સરકાર ટ્રાફિક જોગવાઈ બાબતે તેલંગણા સરકારને પગલે જવાની હિંમત બતાવશે ખરી….??

0
28

દેશભરમાં ટ્રાફિક નિયમનનો ચુસ્તતાથી અમલ થાય તે માટે બિન ભાજપાની મોટાભાગના રાજ્યોની સરકારો પોલીસ દ્વારા સામાન્ય, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગની પ્રજા ઉપર તૂટી પડી છે…..! પરંતુ દેશભરના લોકોને ટ્રાફિક જોગવાઈઓનું પાલન કરે કે કરી શકે તે માટેનો કોઈ જ માનવીય અભિગમ અપનાવ્યો નથી….!સિવાય કે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ની સરકારે…. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના રસ્તે ચાલવાની અતિ જરૂરત છે… તો આમ પ્રજામાં તેમની લોકપ્રિયતાની હદ વટાવી દેશે તે નિશ્ચિત છે.. જોકે ગુજરાતની આમ પ્રજા અત્યારે ટ્રાફિક નિયમન જોગવાઈઓ અંગે પોલીસ કર્મચારીઓ દ્વારા લોકો સાથે જે પ્લકાલનો વર્તાવ- વ્યવહાર અને વાણીનો ઉપયોગ કરી રહી છે તેના કારણે ગુજરાત ભાજપા અને તેમના મુખ્યમંત્રીને મોટાભાગના લોકો ધીક્કારી રહ્યા છે…..! તેમાં પણ વડોદરાના ચકલી સર્કલ પાસે ટ્રાફિક પોલીસ શ્રમજીવી વર્ગના એક સાયકલ ચાલકને મેમો પકડાવે અને તે પણ તેને કોઈજાતના ગુના વગર… ત્યારે લોકો રાજ્યના રાજા તેના મંત્રીઓ કે તંત્ર ઉપર નફરત ના કરે તો શું કરે….?
રાજ્યમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસે મોડાસામાં વિનોદ પટેલ નો રૂપિયા ૭૨૦૦ નો મેમો ફાટયો, તો જૂનાગઢના કણજામા મેઘણઆપાનો રૂપિયા ૫૬૦૦૦ નો મેમો, અમદાવાદમાં લલિતભાઈ ડાભી નો ૩૩૦૦૦ હજારનો મેમો, સુત્રાપાડાના ભુવારીબી ગામના અમરસિંહ પરમાર નો ૪૫૦૦ નો મેમો, વડોદરા ગ્રામ્ય બેઠક વિસ્તારમાં જોધાબાપાનો રૂપિયા ૩૮૦૦૦ નો મેમો, સુરતમાં નોકરીયાત ગોવિંદભાઈ નો રૂપિયા ૫,૦૦૦ નો મેમો ઉપરાંત રાજ્યભરમાં અનેક લોકોના હજારો રૂપિયાના મેમો ફાડવામાં આવ્યા છે. આ તો માત્ર પ્રાપ્ત જલકોની નોંધ છે. પરંતુ આ બધામાં દેશભરમાં ઓરિસ્સા રાજ્યમા મોટામાં મોટો મેમો એક ટ્રકચાલકનું ફાટયો રૂપિયા ૬ લાખનો…. ત્યારે પ્રજામાં અનેક સવાલો ઉદભવવા સાથે આક્રોશ પણ પેદા થયો છે અને સવાલ ઉઠવા પામ્યો છે કે દેશમાં આ બધું શું થઇ રહ્યું છે….?! સરકાર ક્યા માર્ગે જવા માગે છે….??
આ બધામાં દેશભરમાં નોંધનીય માનવીય અભિગમ જો કોઈએ અપનાવ્યો હોય તો…. તેમાં પ્રથમ ક્રમે આવે છે તેલંગણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી કે ચંદ્રશેખર રાવ અને તેમની સરકાર. જ્યારે બીજા ક્રમે આવે છે દિલ્હી રાજ્યની કેજરીવાલ સરકાર આ બધામા કાયદો દરેક માટે સમાન છે તેનું ઉદાહરણ ગુજરાતના મહેસાણાના એસપીશ્રીએ પૂરું પાડયું છે.. તેમને એક મોબાઈલ નંબર જાહેર કરવા સાથે જણાવ્યું છે કે જો કોઈ પોલીસ કર્મચારી, અધિકારી કે અન્ય કોઈ ટ્રાફિક કાયદાનો ભંગ કરે તો તેનો વિડીયો આ નંબર પર મોકલી આપો… અમે પગલાં લઈશું અને આને પરિણામે ૧૩ જેટલા સરકારી કર્મચારીઓ પકડાયા અને તેમના મોં ફાટયા… ત્યારે સવાલ ઊઠે છે કે રાજ્યના જિલ્લાના પોલીસ વડાઓ, કે રાજ્યના પોલીસ વડા આ માટે પહેલ કરશે ખરા…..? કારણ કાયદો દરેક માટે સમાન છે.
વાત છે દિલ્હી રાજ્યની કેજરીવાલ સરકારની- અહીં પીયુસી માટે કોઈ લાઇનો નથી..પીયુસી સેન્ટર પર જઈને તેની પાવતી મેળવી લો અને પોલીસને બતાવો તો પોલીસ સ્વીકારે છે. તો હેલ્મેટ, ઇન્સ્યોરન્સ કે વાહન લાઇસન્સ માટે ક્યાંય લાઈન નથી. ત્યારે દેશભરમાં તમામ રાજ્યોમાં માનવીય અભિગમ અને લોકહિતને પ્રાધાન્ય આપવામા દેશ ભરમા પ્રથમ ક્રમે આવે છે તેલંગણા રાજ્યના મુખ્ય મંત્રી શ્રી કે ચંદ્રશેખર રાવનીબિનભાજપી…ટીઆરએસની સરકારનો… તેલંગણા રાજ્યમાં હૈદરાબાદમાં જોવા-જાણવા મળ્યું તે અનુસાર કેન્દ્રના ટ્રાફિક નિયમન જોગવાઈઓ અનુસાર આકરો દંડ વસૂલવા ને બદલે જે અભિગમ અપનાવ્યો છે તે મુજબ હેલ્મેટ પહેર્યા વગરના ચાલકની પાસેથી હેલ્મેટના પૈસા લઈને પોલીસ પોતેજ હેલ્મેટ ખરીદી આપે છે, તો પીયુસી ન હોય તો સ્થળ પરથી કાઢવામાં આવે છે. તે જ રીતે વાહન ઇન્સ્યોરન્સ સહિતના અન્ય જે પણ કાગળો, લાઇસન્સ ન હોય કે અધૂરા હોય તો તેની પૂર્તતા સ્થળ ઉપર કરી આપી વાહનચાલક પાસેથી તેનો કાયદેસરનો ચાર્જ વસુલવામાં આવે છે. તો નોંધનિય બીના એ છે કે એક કે બે નાના બાળકો સાથે નીકળેલા દંપતીને ત્રિપલ સવારી ગણતા નથી…! આ એક નોંધનીય હકીકત છે ત્યારે શું ગુજરાતની ભાજપા સરકારના મુખ્યમંત્રી રૂપાણી તેલંગણા રાજ્યએ અપનાવેલ લોકહિતની પ્રણાલીને અનુસરવાની હિંમત બતાવશે ખરા…..??(જી.એન.એસ,હર્ષદ કામદાર)
૦૦૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY