ભાજપ શાસિત રાજ્ય ઝારખંડમાં ચુંટણી પરિણામો જાહેર થતા , ભાજપને ભારે આંચકો અનુભવવો પડયો છે . સત્તાધારી પક્ષ ભાજપને ૮૧ બેઠકો માંથી માત્ર ૨૫ બેઠકો મળી છે . અને ઝારખંડ મુક્તિ મોરચો ( ત્ન.સ્.સ્ ) ના કોંગ્રેસ – ઇત્નડ્ઢ ના ગઠબંધનને ૪૭ બેઠકો મળી . આ પરિણામો અંગે રાજકીય વિશ્લેષકોએ ઘણા તારણો કાઢયા . તેમાં એક મુદ્દો દરેક વિશ્લેષકે કહ્યો કે ભાજપ જે રાજ્યમાં જે જ્ઞાતિનું વર્ચસ્વ હોય તેને બાજુપર મૂકી અન્ય જ્ઞાતિના નેતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે છે . આ પરંપરાથી ભાજપને ત્રણ રાજ્યમાં નુકસાન વેઠવું પડયું છે . મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને બદલે બિન મરાઠા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા . ચુંટણી પરિણામો પછી સાથી પક્ષ શિવસેનાએ સી.એમ. પદની માંગણી કરી આ વાત ફડણવીસ સામેની નારાજગી માંથી જ ઉભી થઇ હતી . કદાચ ભાજપનું આંતરિક જૂથબંધીનું રાજકારણ નડયું હતું . પરંતુ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રી તો ફડણવીસ જ બનશે . અને ભાજપને દેશના સહુથી વધુ મહત્વના મહારાષ્ટ્ર રાજ્યની સત્તા ગુમાવવી પડી . હરિયાણામાં જાટ જ્ઞાતિનું પ્રભુત્વ હોવા છતાં તેમની અવગણના કરાતા સત્તા ગુમાવવી પડી . એવું જ ઝારખંડમાં થયું છે . ૭૦ ટકા આદિવાસીઓનું પ્રભુત્વ હોવા છતાં ગોઠવણથી મુખ્યમંત્રી બનેલા રઘુવર દાસને ફરી મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા . જેના કારણે આદિવાસીઓના મસીહા ગણાતા હેમંત સોરેનના નેતૃત્વ વાળા મહા ગઠબંધનને સત્તા સાંપડી છે .
ચુંટણીના પરિણામો મોડા જાહેર થયા . પરંતુ ટ્રેન્ડ પરથી બપોર સુધીમાં જ નક્કી થઇ ચૂક્યું હતું કે ભાજપ સત્તા ગુમાવે છે . ભાજપના કાર્યાલયમાં અને ભાજપના સોશિયલ મિડીયામાં સોપો પડી ગયો . પરંતુ બપોર બાદ તો ઝારખંડના પરિણામના જટકા ગુજરાત ભાજપમાં પણ આવવા લાગ્યા . ભાજપના ત્રણેક પાટીદાર નેતાઓએ ફોન પર એક સુચન કર્યું , ” તમે .ફ ડીબેટમાં એટલું ચોક્કસ બોલજો કે ભાજપ હાઈ કમાન્ડે જે રાજ્યોમાં જ્ઞાતિના પ્રભુત્વને નજર અંદાજ કરવાની જે નીતિ અપનાવી છે , તેનાથી આ ત્રીજા રાજ્યમાં ભાજપે સત્તા ગુમાવી છે . ગુજરાતમાં ભાજપના નેતાઓએ ભુલ સુધારી લેવી જોઈએ . નહીતો ગુજરાત જેવું મહત્વનું રાજ્ય પણ ભાજપને ગુમાવવું પડશે . અને ગુજરાત આપણા વડાપ્રધાન અને ગૃહ પ્રધાન માટે નાક છે . ”
આવા ત્રણેક ફોન પછી એ વાત નક્કી થઈ ગઈ કે ગુજરાત ભાજપમાં કંઇક ગડબડ છે. નેતાગીરીના મુદ્દે અફવાઓનું બજાર તો ગરમ છે જ પણ આ ધુમાડો એવું બતાવે છે કે ભાજપમાં ડુંભાણુ મુકાઈ ચૂક્યું છે .
ભાજપને મહાત કરવા કોંગ્રેસને મુદ્દા મળે છે ,
પણ તેનો ઉપયોગ કેમ કરવો તેની સમાજ ઓછી લાગે છે
લોકસભાની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો દેશની જનતાએ ઉમળકાભેર સ્વીકાર કર્યો . કોંગ્રેસને ધોબી પછડાટ મળી . રાહુલ ગાંધીએ પ્રમુખ પદ છોડી દઈને કોંગ્રેસની સ્થિતિ વધારે ખરાબ કરી દીધી . પક્ષ તૂટી ગયો હોય એવું વાતાવરણ લાંબો સમય ચાલ્યું . ગુજરાતમાં સંગઠનને વિખેરી નાખવામાં આવ્યું . અને વિખેર્યુંનાં હોય તો પણ તેમાં કો ફરક પડે તેવો ન હતો . આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે કોંગ્રેસને બેઠી કરવા એક પછી એક મુદ્દાઓ આપ્યાં . પ્રથમ ૩૭૦ ની કલામની નાબુદી ત્યારબાદ સુપ્રિમકોર્ટે અયોધ્યા રામ મંદિર નો ચુકાદો આપ્યો . ત્યારબાદ નાગરિકતા ધારો આવ્યો . ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાના કૌભાંડે નવનિર્માણ આંદોલન જેવી હવા ઉભી કરી હતી .
આ બધા જ મુદ્દા કોંગ્રેસને જો રાજરમતરમતા આવડી હોતતો ઘણા સારા હતા . પરંતુ તેમને રમતા આવડયું નહિ . અને ભાજપને ફાયદો કરી આપ્યો છે .
ગુજરાતમાં પરીક્ષાર્થીઓ નું અંદોલન , અચોક્કસ મુદ્દતના ધરણા આ ઘટનાને મીડીયાનું સમર્થન મળતા ભાજપ સરકાર ભીંસમાં આવી ગઈ હતી . થોડો વધુ બળ પ્રયોગ થયો હોત તો આંદોલન ગુજરાતની શેરીઓ સુધી પ્રસરે એવો ઘાટ હતો . પરંતુ કોંગ્રેસને આ મુદ્દે લડતા ન આવડયું . નવનિર્માણ આંદોલન કોંગ્રેસ સામે કોંગ્રેસનું હતું , અને છતાં સફળ થયું હતું . જયારે આ પરીક્ષાર્થીઓનાં આંદોલનમાં કોંગ્રેસે એજ નવનિર્માણ સ્ટાઈલથી લડવાની જરૂર હતી . કોંગ્રેસના નાના કાર્યકરોને આંદોલનમાં ઓળખ છુપાવી ઘુસાડવાના બદલે બે મોટા નેતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી આંદોલનકારીઓનાં સમર્થનમાં તેમની વચ્ચે આવીને બેસી ગયા . અને આખું આંદોલન સમેટાઈ ગયું .
નાગરિકતા ધારામાં પણ કોંગ્રેસે આંદોલનમાં જોડાવાના બદલે અસરકરતા અથવા અન્ય બુદ્ધિજીવી સંગઠનો ને ‘ બંધારણ ‘ ના મુદ્દે આગળ કરવાની જરૂર હતી . પરંતુ રાષ્ટ્રીય નેતાઓ જ કુદી પડયા એટલુજ નહિ , પણ એવા નિવેદનો કર્યા કે જેનાથી દેશના ૮૫ ટકા હિંદુ સમાજની નારાજગી વહોરવી પડે .
આટલા વર્ષોથી વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસને ભાજપ સામે લડતા પણ ન આવડે , તો તેની વિરોધપક્ષ તરીકેની લાયકાત પણ રહેતી નથી . ભાજપ હવે ડર નથી . કારણકે કોંગ્રેસ જ તેમને સત્તા અપાવી શકે છે . ભાજપને ડર ભાજપના નેતાઓનો જ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



