બનાવટી “નયા સંવિધાન” મામલે ભાજપા-સરકાર સામે મહિલાઓ પણ મેદાનમાં…..!!

0
33

દેશભરમાં સીએએ- એનઆરસીના વિરોધમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે દેશભરમાં ગાંધી ચિંધ્યા રાહે લોકોનો ભારે ભારે વિરોધ થઇ રહ્યો છે. જેમાં સૌથી વધુ વિરોધ મુંબઈ થી લઈને પ્રયાગરાજમાં મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. પરંતુ અગત્યની નોંધનીય બાબત એ છે કે દરેક કોમ જાતિ જ્ઞાતિની મહિલાઓ બાળકો સાથે મેદાનમાં ઉતરી ને ગાંધી ચીંઘ્યા માર્ગે હાથમાં ત્રિરંગા ઝંડાઓ લઈને વિરોધ કરી રહી છે. અને આવા સમયે *નયા સંવિધાન* નામનું પુસ્તક નરેન્દ્ર મોદી અને અમિત શાહના આમુખ પર પ્રિન્ટ કરાયેલું છેલ્લા દશેક દિવસથી વાયરલ થઈ રહ્યું છે. અને દેશભરમાં સોશ્યલ મીડિયા દ્વારા ફરી વળ્યું છે. જેના જનમાનસ પર ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અને સુએએ તથા એનઆરસીની લડતમાં બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું છે. આ નયા સંવિધાન પુસ્તકમાં વસ્તી વધારાના નિયંત્રણ માટે બે બાળકો બસ ફરજીયાત તેમજ રામમંદિર નિર્માણ તાકીદે હાથ ધરવા સાથે કાશી મથુરા સહિતના વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરાયો હોવાનું લોકોના મનમાં સ્થાપીત થઈ ગયું છે તેમજ આરએસએસે આ નવું બંધારણ તૈયાર કર્યું છે તેવી હવા દેશભરમાં ફરી વળતા ખૂદ સંઘ વડા મોહન ભાગવતે મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી કે આવું પુસ્તક સંઘને બદનામ કરવાની સાજીસ છે. આવું પુસ્તક પ્રસિદ્ધ કર્યું નથી. પત્રકારોના પ્રશ્ને તેમણે કહ્યું કે સંઘની બે બાળકની નીતિ ફરજિયાત સંઘ વિચારધારામાં નથી. રામ મંદિર નિર્માણ પછી કાશી મથુરાની વાત પણ નથી. વસ્તી વધારા નિયંત્રણ ની પણ અમારી સોચ નથી. પરંતુ સંઘના સ્વયંસેવકે આ પુસ્તક જાહેર કર્યું છે તે બાબતે ભાગવતજીએ કહ્યું કે અમે સ્વયંસેવકોને કંટ્રોલ ન કરી શકીએ… પરંતુ એક વાતની ચિંતા છે કે *નાગરિકતા સંશોધન અધિનિયમ ૨૦૧૯* પુસ્તકની કલીપે (પીડીએફ) દેશભરમાં ઉઠેલા લોક વિરોધના બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે….!
દેશભરમાં સીએએ અને એનઆરસીનો ભારે મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આસામમાં અમલ કરવાનો પ્રારંભ કરતાં જ અને નયા સંવિધાન પુસ્તક કે દેશભરમાં વધુ આક્રોશ ફેલાવ્યો છે. અને ખાસ બાબત એ બની છે કે હવે દરેક સમાજની, જ્ઞાતિની મહિલાઓ હાડ થીજાવતી ઠંડીમાં બહાર આવી ગઇ છે અને જોરદાર રીતે આક્રોશ સાથે પ્રદર્શન કરી રહી છે. જેમાં સૌથી વધુ ચર્ચામાં શાહીનબાગનુ આંદોલન છે. કારણ બાળકો સહિત મહિલાઓ ગાંધી ચિંઘ્યા રાહે વિરોધ પ્રદર્શન છેલ્લા ૨૦ દિવસ ઉપરાંતથી કરી રહી છે. અને એ કારણે રોડ-રસ્તા ચક્કા જામ થઈ ગયા છે. પરંતુ અહીં અને બિહારના ગયામાં બાળકો સ્ટેજ ઉપર હાથમાં ત્રિરંગા લઈને રાષ્ટ્ર ગીતો લલકારી એ બાળકો નાચી રહ્યા છે. તો મહિલાઓ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા અને રાષ્ટ્રીય ગીતો ગાઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેના સમાચારો દેશભરમાં ફરી વળ્યા છે. કેન્દ્રની મોદી સરકારના ટેકેદાર નીતીશકુમારના બિહારમાં લોકોનો તેમજ પોતાના જ પક્ષના સાથીદારનો તેમાંય પ્રશાંતનો વિરોધ જોઈને તેઓ પણ આ બન્ને કાનુનના વિરુદ્ધમાં આવી ગયા છે. તો અહીં દરભંગા, ગયા, પટણા,કિશનગંજ સહિતના અનેક નાના-મોટા શહેરોમાં મોટા પ્રમાણમાં લોક વિરોધ આંદોલન થઇ રહયા છે. પરંતુ આંદોલનકારીઓ તિરંગો હાથમાં રાખી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેને ૧૫ થી ૨૦ દિવસ થઈ ગયા છે. ત્યારે દેશના અનેક અગણિત નાના મોટા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો ગાંધી ચિંધ્યા માર્ગે થઈ રહ્યા છે. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, સહિત દરેક જ્ઞાતિની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ ગઈ છે જે એક હકીકત છે…!
દેશના અન્ય રાજ્યોમાં એનાઆરસુનો ભારે પ્રમાણમાં વિરોધ વધતો જાય છે જે ગુજરાત સુધી ફરી વળ્યો છે. ઉત્તર પ્રદેશના લખનઉ, મુરાદાબાદ સહિતના અનેક નાના-મોટા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો મોટા પ્રમાણમાં ગાંધી ચિંધ્યા રાહે થઈ રહ્યા છે. અહીં તો વિજળી પણ ગુલ થઇ ગઇ હતી કે કરી દેવાઈ હતી…! પરંતુ કડકડતી ઠંડીમાં બાળકો સાથે મહિલાઓ ભારે આક્રમકતાથી લડત આપી રહી છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, નિમય, ખંડવા સહિતના અનેક નાના-મોટા શહેરોમાં- મુંબઇ, પંજાબ, દિલ્હી અને ગુજરાત રાજ્યમાં પણ વિરોધ થઈ રહ્યો છે જેમા ગુજરાતમાં અમદાવાદમા આઇઆઇએમ ખાતે વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો પણ વિરોધ કરી રહ્યા છે.દિલ્હીમા જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી સાથે સ્થાનિકો પણ જોડાઈ ગયા છે. અહીં પાંચેક સ્થળે વિરોધ થઈ રહ્યો છે. પરંતુ આ બધામાં નોંધનિય બાબત એ છે કે હવે મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે. અને દરેક સ્થળે તિરંગા ફરકાવી રાષ્ટ્રીય ગીતો ગાવા સાથે વિરોધ થઈ રહ્યો છે…. ત્યારે બિહારના મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં કહ્યું કે આ કાયદો એનઆરસીની વાત માત્ર આસામ માટે હતી પછી દેશભરમાં કેમ….? તેવો પ્રશ્ન કરી વિરોધ દર્શાવ્યો છે…..!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY