કેટલાક સમય પહેલા ખુશનુમા વાતાવરણથી મહેકતા રાજ્ય જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભાજપા અને પીડીપીની મીલી જુલી સરકાર હતી. પી ડી પીની મહેબુબા મુફ્તી મુખ્યમંત્રી અને ભાજપાએ ડેપ્યુટી મુખ્યમંત્રી નું પદ મળ્યું હતું. ગઠબંધનમાં ક્યાંક એવી રીતે તીરાડ પડી કે મેહબુબા અને ભાજપા અલગ થઈ ગયા. એક બીજામાં કહા સુની પછી મૌન, પછી જ્યારે પરમાણુ બોમ્બ ની વાત નીકળી તો ભાજપાની મહેબુબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને રોજ સવાર થતાં પાકિસ્તાન ના નામ ઉપર પોતાના વિરોધીઓને પાણી પી પીને ટીકા કરી રહ્યા છે. એ પાકીસ્તાનની પ્રવક્તા બનીને એવું કહ્યું કે પાકિસ્તાનની પાસે જે પરમાણુ બોમ્બ છે તે શું ઈદને માટે રાખ્યા છે શું….? મહેબુબાએ ભાજપાના એ નેતાજી ને જવાબ આપ્યો કે જેની સાથે તેમણે સરકાર બનાવી હતી. વડાપ્રધાને એક ચૂંટણી જનસભામાં પાકિસ્તાનને લલકારતા કહ્યું કે શું ભારતે પોતાના પરમાણુ બોમ્બ દિવાળી ઉપર ફોડવા માટે રાખ્યા છે શુ….?મોદીજીએ પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી કે અગર ફરી કોઈ એસી વેસી હરકત કરી તો ભારત પરમાણુ બોમ નો ઉપયોગ કરી શકે છે. આ વાતનો જવાબ વડાપ્રધાનશ્રીને ઇસ્લામાબાદથી મળવો જોઈએ પરંતુ જવાબ આવ્યો શ્રીનગરથી. જવાબ આપ્યો ભાજપાની મહેબુબાએ પાકિસ્તાનની પ્રવક્તા બનીને. આવુ ક્યારેય નથી જોયું નથી સાંભળ્યું. પરંતુ મેહબુબાની પાકિસ્તાનની જબાન સમગ્ર ભારતે સાંભળી. ભાજપાએ પણ સાભળી. પરંતુ કોઈ પણ ભાજપના નેતાએ એવુ ના કહ્યું કે મહેબુબાને બોમ્બની સાથે બાંધીને બાલાકોટમાં ફેંકી દેવા જોઈએ…..!
પીડીપીની છાપ પાકિસ્તાન તરફી હોવાની ચર્ચા હતી. આની કોઈ જાહેર સાબિતી દેશવાસીઓને નથીમળી રહી. હવે સાબિતી મળી ગઈ કે મહેબુબા રહે છે ભારતમાં, ખાય છે ભારતનું, રાજ કરવું છે ભારતના કાશ્મીરમાં. અને જ્યારે લાહોરમાં વરસાદ પડે તો મહેબૂબા ફટાક દઈને છત્રી ખોલીને ટીપ ટીપ બરસા પાની નુ ગીત ના ગાતા પાકિસ્તાનની ખેરીયતને માટે અલ્લાહથી દુઆ કરતી હશે….! પાકિસ્તાનને શરદી થાય તો મહેબુબા અહીંયા પોતાના નાક ઉપર વિક્સ વેપોરબ ઘસતી હશે. આવી માનસિકતા રાખવાવાળા નેતાની સાથે ભાજપાએ કેટલાય મહિના સરકાર ચલાવી. ભા.જ.પા જે સેનાના નામ ઉપર વોટ માંગી રહી છે એ સેનાના જવાનો પર કાશ્મીરમાં યુવાનો પથ્થર ફેંકે છે, સેનાનુંઢ અપમાન કરવામાં આવે છે. આજ મહેબુબા એ મુખ્યમંત્રી હતા ત્યારે પથ્થરબાજ હજારો યુવાનો પર દાખલ કરેલા પોલીસ કેસ પાછા ખેંચ્યા હતા. ભાજપાએ સત્તા ને માટે તેનો પાલવ પકડ્યો હતો કે જે આતંકીઓના પ્રત્યે નરમ છે. એ મહેબૂબાએ જાણે કે એજ ઈમરાન ખાન હોય એવો જવાબ આપ્યો. પરંતુ ભાજપા અને ભાજપ સરકાર મૌનીબાબા બન ગઈ શા માટે….? હોઈ શકે છે કે ચૂંટણીના પરિણામો પછી સરકાર બનાવવામાં મહેબૂબાની જરૂર પડે તો….!!!
કાશ્મીરની એક પૂર્વ મુખ્યમંત્રી જો આ રીતે પાકિસ્તાનની વકીલાત કરે તો તેમની પાર્ટીના કાર્યકર્તાઓને શું કહેશો….? તેઓ પણ આવી વાતો બોલતા હશે. ભાજપા અને વડાપ્રધાનજી લોહપુરુષ સરદાર પટેલને યાદ કરીને કહેછે કે જા આજે સરદાર હોત તો કાશ્મીરનો પ્રશ્ન ના હોત. મોદીજી સરદારજી રહેવા દો. જો તમે પણ નહેરૂની જેમ પ્રશ્નોથી કિનારો કરી લેશો તો કાશ્મીરમાં અલગ ઝંડાજ લહેરાતા રહેશે.મહેબુબાની વિરુદ્ધ દેશદ્રોહની કલમ લગાડીને તેને જેલમાં નાખવામાં આવે. જે ખુલ્લેઆમ પાકિસ્તાનની પ્રવક્તા બનીને ભારતની ધરતી ઉપર ઊભા રહીને ભારતને પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી ધમકાવવાનુ નીચતા નું કામ અને હરકત કરી રહી છે તેની વિરુદ્ધ એક નહીં અનેક કેસ બને છે. આ મહેબૂબા પાકિસ્તાનનુ રમકડું છે. જો તેને તેની જગ્યા બતાવવામાં નહી આવે તો લોહ પુરૂષની આત્માને કેટલું દુઃખ પહોંચશે ખરૂને….?લોહ પુરૂષ વિચારશે જેવા નહેરૂ તેવા….!!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




