સારી કામગીરી કરનાર પોલીસ જવાનોને ગુજરાતના IPS અધિકારીએ આપ્યુ ચા પીવાનુંઆમંત્રણ

0
165

સામાન્ય રીતે પોલીસમાં કોઈ પણ સારી કામગીરી હોય, પણ તેનું શ્રેય મોટા ભાગે ઉપરી અમલદારો જ લઈ જતા હોય છે. ટેલીવીઝન ચેનલો અને અખબારોના સમાચારમાં પણ અધિકારીઓના નામ ફોટો આવતા હોય છે, પણ રેલવે પોલીસ દ્વારા હવે નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે, સીઆઈડી ક્રાઈમ અને રેલવેના ડીઆઈજી ગૌતમ પરમારે સારી કામગીરી કરનાર નાના પોલીસ કર્મચારીઓને પોતાની ઓફિસમાં ચા પીવા આમંત્રણ આપ્યુ છે. સોમવારના રોજ રાજયના વિવિધ રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતા ૧૭ પોલીસ કોન્સ્ટેબલ્સ જેમાં બે મહિલા કોન્સ્ટેબલ્સનો પણ સમાવેશ થાય છે આ તમામને રેલવે ડીઆઈડીજીની ઓફિસમાં ચા પીવાનું આમંત્રણ મળી ચુકયુ છે. આ પહેલી વખત હશે જેમાં કોન્સટેબલ ડીઆઈડી કક્ષાના અધિકારીની સામેની ખુરશીમાં બેસી તેમની સાથે ચા પીશે.
છેલ્લાં કેટલાંક મહિનાથી સીઆઈડી રેલવે દ્વારા રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર વધી રહેલા ગુનાઓને અટકાવવા અને ગુનેગારોને પકડવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ટ્રેનમાં ચોરી કરતી ગેંગ્સ સહિત ટ્રેન દ્વારા દારૂ અને ગાંજા લઈ જતા અનેક આરોપીઓને રેલવે પોલીસે ઝડપી લીધા છે. આ પ્રકારની કામગીરી સામાન્ય રીતે પોલીસ કોન્સટેબલ અને હેડ કોન્સ્ટેબલ્સ કરતા હોય છે, પણ તેમની કયાંક નોંધ લેવાતી નથી. પરંતુ રેલવે ડીઆઈજી ગૌતમ પરમારે નવો અભિગમ અપનાવ્યો અને તેમણે પ્રત્યેક મહિને સારી કામગીરી કરનાર કોન્સટેબલ અને હેડકોન્સટેબલને પોતાની ઓફિસમાં ચા પીવાનું આમંત્રણ આપ્યુ છે. જેની શરૂઆત હવે સોમવારથી થવા જઈ રહી છે
જે પોલીસ કોન્સ્ટેબલ્સની સારી કામગીરી ધ્યાનમાં લેવામાં આવી તેમાં સાબરમતી રેલવે સ્ટેશન ઉપર વિદેશી દારૂ પકડનાર કોન્સટેબલ છે, તેવી જ રીતે સુરત સ્ટેશન ઉપર પર્સ ચોરી કરનારને પકડનાર, વડોદરા રેલવે સ્ટેશન ઉપર વિદેશી દારૂ પકડનાર, વલસાડ સ્ટેશન ઉપર મોબાઈલ ચોરી કરતી ગેંગને પકડવા માટે, તે જ પ્રમાણે ગોધરા સ્ટેશન ઉપર મોબાઈલ ચોરને પડનાર અને અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર નાસતા ફરતા આરોપીને પકડી જેલ હવાલે કરનાર પોલીસ જવાનોને ડીઆઈજી દ્વારા આમંત્રણ મળ્યુ છે.
આ દરમિયાન વડોદરા પોલીસના આસીસ્ટન્ટ પોલીસ સબઈન્સપેકટર વિજયસિંહ હિમંતસિંહ અને તેમનો સ્ટાફ નોકરી પુરી થતાં ઘરે જવા રવાના થયો ત્યારે તેમણે રેલવે સ્ટેશન ઉપર બે વ્યકિતઓને કાળા રંગના થેલા સાથે જાઈ હતી. આ બે વ્યકિતઓની નજર અને પોલીસની નજર એક થતાં તેમને ચહેરા ઉપર ગભરાટ નજરે પડતા પોલીસે તેમને બોલવ્યા અને તેઓ ગભરાઈ ગયા અને હાથમાં રહેલા થેલા મુકી ભાગવા લાગ્યા હતા. પોલીસે તેમને પીછો કર્યો પણ તેઓ મળી આવ્યા ન્હોતા.
આથી પોલીસ જવાનો પેલા થેલા ચેક કરતા તેમાથી નવા ૧૨૨ વિવિધ કંપનીના ફોન મળી આવ્યા હતા. આ ઉપરાંત ૨૩ હેડફોન પણ હતા જેની અંદાજીત કિમંત ૧૪ લાખ રૂપિયા થાય છે. રેલવે પોલીસને અંદાજ છે કે આ ચોરી કરતી ગેંગ હશે કારણ પોલીસને થેલામાંથી બે ટોર્ચ, સ્ક્રૂ ડ્રાઈવર અને કટર મળી આવી હતી. રેલવે પોલીસ દ્વારા રાજ્યભરની પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે. કારણ આ ગેંગ દ્વારા કોઈ દુકાન તોડી તેમાંથી ફોન ચોરી કર્યાની આશંકા છે પોલીસને રેલવે સ્ટેશનના સીસીટીવી ફુટેઝમાંથી આરોપીના ચહેરા પણ મળી આવ્યા છે જેના આધારે તપાસ ચાલી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY