પાણીના વિકરાળ પ્રશ્ને રૂપાણી પાણીમાં જ બેસી જાય છે

0
25

ગુજરાતના ૫૯મ સ્થાપના દિને પણ ગુજરાતની જનતા પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારે છે . પોસાય કે ના પોસાય R.O ના બાટલા કે તાન્કા રૂપિયા ખર્ચીને મંગાવવા પડે છે . અને જેમની જવાબદારી છે , એ સરકાર દરેક દુકાળ વખતે કુવા ખોદવાની જાહેરાત કરીને સંવેદનશીલ સરકારનું પ્રમાણ પત્ર જાતેજ મેળવી લે છે .
સૌરાષ્ટ્રમાં વ્યાપક અને ઉગ્ર બનેલા પાણીના પ્રશ્ન અંગે ટી.વી માં સમાચારો જોયા . ભાજપના સૌરાષ્ટ્રવાસી એક નેતાને ફોન કર્યો . પાણીની તકલીફ નો મુદ્દો છંછેડ્યો , શરૂઆતમાં તો નેતાએ તંગદી ઉંચી રાખતા કહ્યું કે ‘ સરકારે કલેકટરને સુચના આપી જ છે , કે જ્યાં તકલીફ હોય ત્યાં ટેન્કર શરુ કરી દેવા . ’
ફરી નેતાને ઉશ્કેર્યા કે સરકારની સુચના કલેકટરો માનતા જ નથી , કે પ્રજાને હેરાનગતિ સહન કરવામાં આનંદ આવે છે , એટલે દુર દુર બેડા લઈને પાણી ભરવા જાય છે ! કેટલાક ગામોના નામ આપ્યા , આખરે નેતા અસલ મૂડમાં આવી ગયા “ જુઓ અમારા મુખ્યમંત્રી રૂપાણીજી પાણીના મુદ્દે પાણીમાં જ બેસી જાય છે . જોકે તેમને આ પધ્ધતિ વારસામાં મળી છે , આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી . અને તેમણે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને સૌની યોજના જાહેર કરી હતી . ત્યારબાદ આપણા રૂપાણીજી પણ સૌની યોજના ના ઉદઘાટનો અને પ્રચારમાં રચ્યા પચ્યા રહે છે . અમારા આ નેતાઓની આદત એવી છે કે દુકાળ સામે ડોકાય એટલે કુવા ગાળવાની જાહેરાતો કરે. હવે અત્યારે પાણીની મુશ્કેલી છે , ત્યારે આપણા મુખ્યમંત્રી રૂપાણીએ ગઈ કાળે મિટિંગ કરીને ફરી એકવાર તળાવો ઊંડા કરવાની જાહેરાત કરી છે . ગત વર્ષે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા આ વરસે ફરી ખર્ચાશે કે વેડફાશે . પરંતુ અત્યારે જે તકલીફ છે તેનું નિરાકરણ અસરકારક રીતે લાવવાનું કોઈ આયોજન થતું નથી . એવું જ નર્મદા પાણી આખા ગુજરાતમાં પહોચી ગયા છે . પુરતો જથ્થો છે , ચિંતા કરવાની જરૂર નથી . આવું બધું આપણા મુખ્યમંત્રી અને મંત્રીઓ કહે છે , પરંતુ વાસ્તવિક્તાથી મો ફેરવી લે છે . પ્રજાની હેરાનગતિને આંકડાકીય માહિતીથી દુર કરી શકાતી નથી . હજુ તો બે મહિના કાઢવાના છે .જો આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી કાગળ પર યોજના દ્વારા જ સંવેદના જતાવશે તો પ્રજાના રોષનો ભોગ અમારા જેવાં સ્થાનિક આગેવાનો એ જ બનવું પડશે . ઢ સિક્યુરીટી ધરાવતા મુખ્યમંત્રી ને કશું થવાનું નથી , અને ચુંટણી પણ પતી ગઈ છે એટલે મતની સાડાબારી નથી . પ્રજાનું જે થવાનું હોય તે થાય અમે તળાવો ઊંડા કરાવીને તળાવો નહિ પણ ઘરની તિજારીઓ ભરતા રહીશું . આ સ્થિતિ આખું ગુજરાત જાને છે , છતાં ભાજપનો કોઈ વિકલ્પ નથી . કોંગ્રેસને હાર્દિક અને અલ્પેશના મુદ્દા જ મુખ્ય પ્રશ્ન લાગે છે . પ્રજાની તકલીફ તેમનેદેખાતી નથી . ભગવાન સૌનું ભલું કરે . ” નેતાએ ફોન બંધ કર્યો .
નારાયણ સાંઈને પણ સજા પછી પ્રજાના મનમાં ઘણા પ્રશ્નો ઉઠે છે
વ્યભિચારી આસારામ અને તેના પુત્ર નારાયણ ને અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારી છે . ગઈકાલે અદાલતે નારાયણ ને સજા જાહેર કરી આજે અખબારોમાં ઘણો રાજીવો જોવા વાંચવા મળે છે . પીડિતા ને ન્યાય મળ્યો હોવા અંગે પણ સમાચાર છે. પરંતુ ગઈકાલે અનેક મિત્રો – સ્વજનોએ આ અંગે જે પ્રત્યાઘાતો રજુ કાર્ય તેમાં આ વ્યભિચારી કહેવાતા સંતને આટલા વર્ષો સુધી જેમણે થાબડ્યા , મોટા કર્યા અને રક્ષણ પૂરું પાડ્યું તેમના અંગે પણ પ્રજા માનસમાં પ્રશ્નો ઉભા થાય છે . બે પુત્રોના બલી ચઢાવ્યાનો જે આક્ષેપ છે તે પ્રજાપતિ પરિવારને ન્યાય ન મળે તે માટે સરકારે કરેલા અન્યાય ની પણ લોકો ચર્ચા કરે છે . સંત સમાજમાં ગોઠવાઈ જઈને જે પ્રકારે રાજકીય છત્ર છાયા માં અબજાની સંપત્તિ ગેરકાયદે એકત્ર કરી , તેની પણ પ્રજામાં ચર્ચા થાય છે . આ એક કેસના ચુકાદાથી અપરાધીને સજા થઇ તેનાથી વાત પૂરી થતી નથી , હજુ તો ઘણું બધું બાકી છે . આજે પણ આ પિતા પુત્ર ના મો પર શેહ – શરમની કોઈ લકીર જોવા મળતી નથી . પશ્ચાતાપ જેવું પણ કશું નથી ત્યારે તેમને એવી સજાની પ્રજા અપેક્ષા રાખે છે જેથી આસારામને તેમના કૃત્યો અંગે પસ્તાવો થઇ શકે .
વ્યાપક પૂછાતો પ્રશ્ન તમને શું લાગે છે ગુજરાતમાં કોંગ્રેસને કેટલી સીટ મળશે ?
છેલ્લા ત્રણેક માસથી ગુજરાતમાં ચુંટણી ચર્ચા ચાલે છે . ગત માસ એટલે કે આખો એપ્રિલ મહિનો ચુંટણીમય વાતાવરણમાં ગયો . હવે પરિણામો છેક તા. ૨૩ મેં ના રોજ આવશે . પરંતુ આપણને પરિણામ પહેલાના વિશ્લેષણ માં વધુ રસ હોય છે. તમે કોઈ પણ સ્થળે જાવ બગીચામાં , રેલ્વે કે બસમાં એક જ પ્રશ્ન સામે આવે છે ‘ગુજરાતમાં હવે તમને શું લાગે છે ! કોંગ્રેસને કેટલી મળશે ?’ મારો અનુભવ એ છે કે મને કોઈએ એવું નથી પૂછ્યું કે ભાજપને આ ચૂટણીમાં કેટલી બેઠક મળશે ? અથવા ભાજપની કેટલી બેઠકો ઓછી થશે . કારણકે હવે ભાજપને બેઠકો મળવી એ સમાચાર જ રહ્યા નથી કોંગ્રેસને એક થી લઈને અગિયાર બેઠકની ચર્ચા જ સમાચાર છે . કારણકે ભાજપને જીતવાના અને કોંગ્રેસને હારવાના હેવા ( ટેવ ) પડી ગયા છે . કોંગ્રેસના મિત્રો પણ ડરતા ડરતા પૂછે છે કે ચુંટણી તો પતી ગઈ , તમને શું લાગે છે ? અમારી કેટલી બેઠક તમે આપો છો ? જાણે કે મારે તેમને બેઠક આપવાની હોય , તે રીતે સવાલો આવે છે . પરંતુ કોંગ્રેસના નેતાઓ અને હાઈકમાન્ડ ચુંટણી જીતવા તરફની રણનીતિ જ્યાં સુધી નહિ ઘડે , ત્યાં સુધી કોંગ્રેસની આવી દયામણી સ્થ્તીતી જ રહેવાની છે . ચૂટણીમાં કોંગ્રેસના નેતાઓ , સંગઠન માત્ર એક જ કામ કરે છે અને તે એ કે ઉમેદવાર પસંદ કરવો અને તેણે પાર્ટીનો મેન્ડેટ આપવો . બાકી ચુંટણી જીતવાની તમામ જવાબદારી ઉમેદવારના શિરે આવી જાય છે . પ્રથમતો નારાજને મનાવવામાં જ મહત્વનો સમય જતો રહે છે , પછી ફંડ ઉઘરાવવામાં સમય પસાર થાય છે કારણ કે જીતવાની ગુંજાઇશ ઓછી હોવાથી આવતા પાંચ વર્ષ સુધી ના ખર્ચની જોગવાઈ ચુંટણી ફંડમાંથી કરવાની હોય છે . પછી જે થોડા દિવસ કે કલ્લાકો મળે તેમાં રેલીના માધ્યમથી થોડો લોક સંપર્ક કરીને મત માંગવામાં આવે છે , અને પરિણામ પહેલાં અનેક તર્ક રજુ કરી જીતના ગણિત માંડ્યા હોય છે પરિણામ આવતા વાસ્તવિક્તા જાહેર થઇ જાય છે , આ ગુજરાત કોંગ્રેસની તાસીર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY