નો મોબાઇલ ફાનફોબિયા,ફાન નહીં હોય તો દુનિયાનો અંત આવી જશે…!!?

0
14

આજકાલ ઘણાં માતાપિતા ફરિયાદ કરે છે કે તેમનાં સંતાનોને મોબાઇલ ફાનનું અનહદ વળગણ થઈ ગયું છે. તો કેટલાંક યુવાનો કે તરુણો પણ પોતાની જાત વિશે પોતાના મિત્ર કે બહેનપણીને ફરિયાદ કરતા જાવા મળે છે કે તેમને ખબર છે કે તેમને સ્માર્ટફાનનું વળગણ થઈ ગયું છે, પરંતુ શું કરે? દિલ હૈ કિ માનતા નહીં!
લાવાસ્ટેટ યુનિવર્સિટીનોઅભઅયાસ કહે છે કે ઘણા લોકો નોમોફાબિયા ધરાવતા હોય છે. નો મોબાઇલ ફાનફોબિયા. ફાન નહીં હોય તો તેમની દુનિયાનો અંત આવી જશે. સ્માર્ટફાન વગર જાણે તેઓ જીવી જ નહીં શકે.
ફાન પર બે મિનિટમાં કોઈ વાટ્‌સએપ સંદેશો ન આવ્યો તો તેમને લાગે છે કે જાણે હમણાં આભ તૂટી પડશે. ફેસબુક પર દસ બે મિનિટે તેઓ તપાસશે કે તેમના ફોટાને કોઈ નવી લાઇક મળી કે નહીં અને જા ન મળી હોય તો તેમને ધરતી માર્ગ આપે તો તેમાં સમાવવાનું મન થઈ જશે.
લોવાસ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે, ૨૦ પ્રશ્નોનો સર્વે હાથ ધરવાથી તમને ખબર પડશે કે તમને ખરેખર સ્માર્ટફાનનું વળગણ છે કે નહીં. નીચે આ સર્વેના પ્રશ્નો આપેલા છે. તમે જ તમારી જાતે નક્કી કરો કે તમે ક્યાં ઊભા છો?
શું તમને સ્માર્ટફાનનું વ્યસન છે? નીચેના દરેક પ્રશ્નનો જવાબ ૧ (સંપૂર્ણ અસંમત)થી લઈ ૭ (સંપૂર્ણ સંમત)ની માપપટ્ટી પર આપો અને છેલ્લે તમારા કુલ ગુણો નક્કી કરો. તમારે તમારી જાત સાથે પ્રમાણિક રહેવાનું છે!
૧. મારા સ્માર્ટફાન દ્વારા જા મને સતત માહિતી ન મળે તો મને અસુવિધાજનક લાગે છે.
૨. મારે મારા ફાન પર કોઈ માહિતી મેળવવી હોય અને તે ન મળે તો હું ખિજાઈ જાઉં છું.
૩. મારા સ્માર્ટફાન પર મને સમાચાર (દા.ત. શું થઈ રહ્યું છે, તાપમાન, વગેરે) ન મળે તો મને ચિંતા થઈ જાય છે.
૪. જ્યારે મારો સ્માર્ટફાન મારે વાપરવો હોય (જે લગભગ દરેક પળે મારે વાપરવો જ હોય છે) ત્યારે જો હું મારો સ્માર્ટફાન વાપરી ન શકું તો મને ચીડ ચડે છે.
૫. સ્માર્ટફાનમાંબેટરી ખાલી થવા લાગે તેનાથી મને ડર લાગે છે.
૬. જો મારી માસિક ડેટા લિમિટ પૂરી થવા આવે કે પૂરી થઈ જાય તો પણ મને ડર લાગે છે.
૭. જો મારા ફાનમાં ડેટા સિગ્નલ ન આવે કે મારો ફાનવાઇ-ફાઇ સાથે કનેક્ટ ન થાય તો હું સતત એ તપાસું છું કે સિગ્નલ આવ્યું કે નહીં, વાઇ-ફાઇ નેટવર્ક મળ્યું કે નહીં.
૮. જો હું મારો સ્માર્ટફાન વાપરી ન શકું તો મને ક્યાંક એકલા પડી ગયા જેવું લાગે છે.
૯. જો હું મારો સ્માર્ટફાન થોડો સમય તપાસી ન શકું તો મને તે તપાસવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે.
જો મારી પાસે સ્માર્ટફાન ન હોય તોપ
– મને ચિંતા થાય છે કારણકે હું મારા કુટુંબ અને/અથવા મિત્રો સાથે તરત વાતચીત કરી શકતો નથી.
– મને ચિંતા થાય છે કે મારો પરિવાર અને/અથવા મારા મિત્રો મારો સંપર્ક કરી શકશે નહીં.
– મને વ્યગ્રતા થાય છે કારણકે મને સંદેશાઓ નથી મળતા કે કાલ નથી આવતા.
– મને ચિંતા થાય છે કારણકે હું મારા પરિવાર અને/અથવા મિત્રોના સંપર્કમાં રહી શકતો નથી.
– હું ચિંતાતુર બની જઉં છું કારણકે મને ખબર નથી કે કોઈએ મારો સંપર્ક કરવા પ્રયાસ કર્યો છે કે નહીં.
– હું ચિંતામાં પડી જઉં છું કારણકે મારા પરિવાર અને મિત્રો સાથેનું સતત જોડાણ તૂટી જશે.
– હું ચિંતામાં પડી જઈશ કારણકે હું મારી આૅનલાઇનઓળખથીવિખૂટો પડી જઈશ.
– મને અસુવિધા લાગશે કારણકે હું સાશિયલમિડિયા અને આૅનલાઇન નેટવર્કથી માહિતગાર નહીં રહી શકું.
– મને અજુગતું લાગશે કારણકે હું મારા સંપર્કો અને આૅનલાઇન નેટવર્કથી અપડેટ માટેનાં નાટિફિકેશન તપાસી નહીં શકું.
– મને ચિંતા થશે કારણકે હું મારા ઇ-મેઇલ સંદેશાઓ તપાસી નહીં શકું.
– મને ચિંતા થશે કારણકે મને ખબર નહીં પડે કે મારે શું કરવું?
હવે એ જાણો કે તમારા કુલ ગુણ પ્રમાણે તમે કેવા છો?
૨૦ઃ તમે નામોબોફિક નથી. તમારા તમારા યંત્ર સાથે તંદુરસ્ત સંબંધો છે. તેનાથી અલગ પડી જાવ તો તમને દુનિયા ડૂબી ગઈ હોય તેમ લાગતું નથી.
૨૧-૬૦ઃહળવો નામોબોફાબિયા. જ્યારે તમે તમારો ફાન ઘરે ભૂલી જાવ કે ક્યાંક તમને વાઇ-ફાઇ ન મળે તો તમને થોડી ચિંતા થાય છે પરંતુ તે ચિંતા બહુ અસર કરતી નથી.
૬૧-૧૦૦ઃમધ્યમ નામોફોબિયા. તમે તમારા યંત્ર સાથે ઘણા બધા જોડાયેલા છો. તમે જ્યારે રસ્તા પર ચાલતા હો કે મિત્ર સાથે વાત કરતા હો ત્યારે પણ સતત અપડેટતપાસતા રહો છો અને જ્યારે તમે જાડાયેલા ન હો ત્યારે તમને ચિંતા થઈ જાય છે. તમારે ડિજિટલ ઉપવાસની જરૂર છે.
૧૦૧-૧૨૦ઃ ભારે નામોફાબિયા. તમને ૬૦ સેકન્ડ પણ ફાનતપાસ્યા વગર ચાલતું નથી. તમે સવારમાં ઉઠતાં વેંત પહેલું કામ ફાનતપાસવાનું કરો છો. રાતે સૂવો ત્યારે પણ તમે ફાનતપાસીને સૂવો છો. આ રીતે ફાન તમારી પ્રવૃત્તિઓ પર હાવી થઈ જાય છે. તમારે કોઈક ગંભીર સારવારની જરૂર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY