૧૭ મી લોકસભા ચૂંટણીમાં મંત્રી સ્મૃતિ ઈરાની સહિત એવા કેટલાય સાંસદો ચુટાઈ આવ્યા કે જે ચૂંટાઈ ગયેલા ક્ષેત્રના નથી રાજકીય ભાષામાં જેને બહારના કહેવાય છે એવા કેટલાય સાંસદો ચૂંટાઈ ગયા છે. રાજ્યસભામાં પણ આવું જ કાંઈક જોવા મળે છે કે આ જ ઇરાની રાજ્ય સભામાં ગુજરાતથી ચુટાઈને ગઈ હતી. પૂર્વ મનમોહન સિંહ રહે છે દિલ્હીમાં પરંતુ તેઓ વર્ષોથી આસામથી રાજ્યસભામાં ચૂંટાઈને આવે છે. ઇરાનીએ એક નવો અલગ પ્રકારનો ફેંસલો કર્યો છે. તેમણે જાહેર કર્યું કે તેઓ પોતાના મતક્ષેત્રમા નાનુ એવું ઘર બનાવીને રહેશે. જોકે કાયમને માટે નહીં પરંતુ મોટાભાગે સંપ મોટાભાગે સમય મોટા ભાગના સમય તેઓ અમેઠીને આપવા માગે છે. બની શકે છે કે શનિ- રવિ કે સરકારી રજાઓમાં હવે તેઓ સીધા અમેઠી પહોંચી જાય અને લોકોની વચ્ચે રહે તો લોકોને લાગે કે બહારના સાંસદ હવે બહારના નથી પરંતુ પોતાના જ છે…..! તેઓ જ્યારે પણ ચાહે પોતાનાં સાસદને મળી શકે છે. ઈરાનીનો આ નિર્ણય ખરેખર સન્માનને લાયક છે. અને તેનાથી જે બધા સાંસદ ચૂંટાઈ ગયેલા મતક્ષેત્રના નથી તેઓ પણ ઈરાનીની જેમ પોતાના મતક્ષેત્રમાં નાનું એવું ઘર બનાવીને રહે અને અડધી રાત્રે કોઈ પણ મતદાતાને કોઈ પ્રશાસનિક સમસ્યાથી પરેશાન થવું પડયું હોય તો તુરંત તેમનો સંપર્ક કરી શકે.
જે રીતે ઈરાની અમેઠીની નથી એજ રીતે કોંગ્રેસ અધ્યક્ષ (અત્યારે છે) રાહુલ ગાંધી પણ વાયનાડના નથી. રાહુલ પણ વાયનાડને માટે બહારના છે. એટલા માટે જે રીતે ઈરાનીએ અમેઠીથી પરિવારીક સંબંધો જોડવા માટે અમેઠીમાં પણ ઘર બનાવવાનો નિર્ણય કર્યો એજ રીતે રાહુલ પણ વાયનાડમા ઘર બનાવીને વાયનાડના મતદાતાઓ થી પારિવારિક સબંધ જોડે. ના ફક્ત ઇરાની અને રાહુલ પરંતુ જે પણ સાંસદ ઈરાની અને રાહુલની જેમ બહારના છે તેઓ પણ પોતપોતાના મતક્ષેત્રમાં નાનું એવું ઘર બનાવીને મોટા ભાગનો સમય આપે કેમકે મતદાતાઓને તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમને ચુટયા કે ક્યારેય પણ તેમની મદદ માટે દોડી આવશે. બની શકે છે કે ઈરાની મંત્રી થવાથી તેઓ કદાચ સમય આપી ન શકે જે તેઓ આપવાની ઇચ્છા હોય. પરંતુ જે સાંસદ મંત્રી નથી અને ફક્ત સાંસદ છે તથા બહારના છે તેમણે તો ઘર બનાવીને રહેવું જોઈએ. આ એક સારી શરૂઆત પણ કહી શકાય છે. ઈરાનીની જેમ હેમામાલિની, જે મથુરાથી ચૂંટાઈને આવી છે અને તેમને પણ બહારના કહીશ શકાય. તેમણે પણ ઇરાનીથી પ્રેરિત થઈને મથુરામાં નાનું એવું ઘર લઈને કે બનાવીને લોકોની સેવા કરવી જોઈએ. આખરે માનવ સેવાજ તો પ્રભુસેવા છે….! સની દેઓલ પણ આવું જ કરી શકે છે કેમકે કે તેઓ રહેછે મુંબઈ અને ચુટાઈ ગયા પંજાબના ગુરુદાસપુરથી.
એક મતદાતાને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિથી આખરે શું જોઇએ….? વધુમાં વધુ સમસ્યા તો સ્થાનિક પાર્ષદ કે ધારાસભ્યો જોઈ લે છે. સાંસદની જવાબદારી કોઈ મોટી સમસ્યાની વાત આવે છે અને તેનો ફેંસલો દરેકના હિતમાં લેવાનો હોય છે. રહી વાત મતદાર ક્ષેત્રમાં ઘર ખરીદવાની કે બનાવવાની તો એનો ઉપાય એ પણ હોઈ શકે છે કે સરકાર બધા સાંસદોને મતદાર ક્ષેત્રમાં વિકાસને માટે જે ફંડ આપે છે તેમાંથી જ નાનુ એવું ઘર કે મકાન કે ગેસ્ટહાઉસ કાયમને માટે બનાવી લે તો જે પણ સાસદ ચૂંટાઈને આવે તેમને પોતાની ઓફિસ બનાવવાની કે સર્કિટ હાઉસમાં રહેવાની જરૂરત નહિ રહે. અને એક રીતે તો બધા ૫૪૩ મતદાર ક્ષેત્રમા સરકારી ફંડથી સાસદ ઘર પણ બની જશે. ઈરાનીજી, દેશની સામે એક નવો વિચાર આપવાને માટે આભાર…. અને હા રાહુલજી, તમે ક્યારે વાયનાડમાં મતદાતાઓને માટે નાનું એવું કર લેશો….? પોતાનું ઘર વસાવવું કે નહીં એ તમારા પર છે. પરંતુ મતદાતાઓની સુવિધાને માટે વાડીનારમાં જલ્દીથી જલ્દી નાનુ એવું ઘર બનાવે…. એક બંગલા બને ન્યારા…..!!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


