સમગ્ર દેશમાં ચોમાસુ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે. ક્યાંક પાણીના પુર પણ આવ્યા છે. આસામ અને અરુણાચલમાં પુરના આસાર છે. ક્યાંય એટલો વધુ વરસાદ નથી થયો. ક્યાંક ખેડૂતો આસમાનની તરફ જોઈ રહ્યા છે. અને કાળા વાદળો… કાળા વાદળો… પાણી તો વરસાવોની વરુણ દેવતાને વિનવણી કરી રહ્યા છે વરસાદનો સીધો સંબંધ પ્રકૃતિ અને વૃક્ષો- છોડવાઓ તથા જંગલની સાથે છે. કદાચ એટલા માટે યુપી સરકારે ૧૫ ઓગસ્ટે એક દિવસમાં ૨૨ કરોડ વૃક્ષો વાવવાનો અનુષ્ઠાન કાર્યક્રમ જાહેર કર્યો છે. બની શકે છે કે આ કામ વિશ્વ વિક્રમ બની જાય. યુપી સરકારે આને વૃક્ષ મહાકુંભનું નામ આપ્યું છે. આજે દેશ અને દુનિયામાં પર્યાવરણને બચાવવાની હોડ લાગી છે. ગ્લેશિયર ઓગળી રહ્યો છે સમુદ્રની સપાટી વધી રહી છે અને આવનારા સમયમાં આ સપાટી એટલી વધશે કે કિનારાના વિસ્તારો પાણીમાં ગરક થઈ જશે. ભારતની ત્રણેય તરફ દરિયો છે. કેન્દ્ર સરકાર અને પ્રત્યેક સરકાર જો યુપી સરકારની જેમ વૃક્ષ મહા કુંભનું આયોજન કરે તો એક જ દિવસમાં ભારતની જેટલી વસ્તી છે તેટલા વૃક્ષો એટલે કે ૧૩૫ કરોડ વૃક્ષો રોપવામાં આવે તો આ એક વખાણવાની સાથે આવનારી પેઢીઓને માટે પણ આશીર્વાદરૂપ હશે.
ચોમાસું આવે છે અને સરકારો વૃક્ષો લગાવે છે. બસ, ત્યાર બાદ છોડવિઓમાંથી કેટલા બચ્યા કે કેટલા મોટા થઈને વૃક્ષો બન્યા તેની કોઈ ચિંતા નથી કરતા. દર વર્ષે ચોમાસુ કે ૫ જૂનના પર્યાવરણ દિવસના અવસર ઉપર પર્યાવરણ બચાવવાના શપથ લેવામાં આવે છે પરંતુ પછી….? કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો અલગ-અલગના બદલે બધા સાથે મળીને એક જ દિવસમાં ૧૦૦ કરોડથી વધુ છોડવા લગાવવાનું કામ કરે તો તેમાંથી ૪૦થી ૫૦ ટકા પણ બચે તો પણ હરિયાળીમાં વધારો થઇ શકે છે. યુપી સરકારે દરેક છોડવાને જીયો ટૈગિગ દેવાનો નિર્ણય કર્યો છે જેથી તે છોડવાની જાણકારી સમય સમય પર મળતી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ પ્રાચીન સંસ્કૃતિ અને પ્રકૃતિ નું મોટાભાગે પોતાના સંબોધનમાં જીક્ર કરે છે. પ્રકૃતિનું દોહન નહીં પરંતુ પોષણ ના તેઓ હિમાયતી રહ્યા છે. લોકોએ પ્રકૃતિનુ હદથુ વધુ દોહન કરી દીધું છે જેના કારણે કુદરતી મુસીબતો આવતી રહે છે.
એક જ દિવસમાં ૨૨ કરોડ છોડવા લગાવવામાં આવે અને એક જ દિવસમાં ૧૦૦ કરોડ થી વધુ છોડવાઓ લગાવવામાં આવે તો ભારત લીલો… લીલો…. અને હર્યોભર્યો થઈ શકે છે અને આ જરૂરી પણ છે. સરકારે કુદરતી મુશ્કેલીઓને જોતા તેનાથી બચવામાં અને થયેલ નુકસાનને ભરપાઈ કરવામાં અબજોનો ખર્ચ કરતી આવી છે. ૧૦૦ કરોડથી વધુ છોડવાઓ એક જ દિવસમાં લગાવવા માટે કેટલો ખર્ચ થશે…..? મોદી સરકાર જળ શક્તિ પર જોર આપી રહી છે. દરેક નળમાં પાણી જોઈએ તો વરસાદનું પાણી જોઈએ. વરસાદના પાણીને માટે ચોમાસુ સારું હોવું જોઈએ. અને તેને માટે હર્યા ભર્યા વૃક્ષો -જંગલ જોઈએ. જે વરસાદને ખેંચી લાવે છે. તો સાહેબ, મોડું શા માટે… ચાલો આપણે બધા મળીને એક છોડવો જરૂર લગાવીએ અને પછી એ ગાવાની જરૂર નથી પડે કે કાલે મેઘા…. કાલે મેઘા…. પાણી તો બરસા…..!!! કેમ કે પાણી તો પોતાની રીતે આવતું રહેશે…. આવતુ રહેશે…. આવતું રહેશે. બસ એક છોડ…. કુદરત તને સલામ….!ર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



