ઇઝરાયલની તાકાત અને રસપ્રદ વાતો જાણીને દંગ રહી જશો…

0
6

બુલેટથી પણ વધુ ગતિથી વિકાસ કરનાર ઇઝરાયલ વિશ્વનો એકમાત્ર યહૂદી દેશ છે. ઇઝરાયલની નાગરિકતાની અગલ જ નીતિ છે. જેમકે જો પુરી દુનિયામાં કોઈ યહૂદી રહેતો હોય તો તેને ઇઝરાયલી કહેવામાં આવે છે. ઇઝરાયલની વસ્તિ માત્ર ૯૦ લાખ જેટલી જ છે. એટલે કે લગભગ અમદાવાદ જિલ્લાની કુલ વસ્તિ બરાબર. એટલે કે ૬ ઇઝરાયલ ભેગા કરો તો પણ ગુજરાતની વસ્તિ બરાબર ના આવે. પરંતુ તેમ છતા ઇઝરાયલની છાપ દુનિયાના દરેક દેશમાં અને દરેક વિષયમાં જાવા મળે છે. ઇઝરાયલ દુનિયાનો એક માત્ર દેશ છે જ્યા દરેક નાગરિકોને મિલિટરી ટ્રેનિંગ અનિવાર્ય છે. ઇઝરાયેલનો દરેક નાગરિક થોડા સમય માટે સેનામાં કામ કરે છે. જે પછી દેશના પ્રધાનમંત્રીનો દિકરો હોય તો પણ તેને સેનામાં કામ કરવુ પડે છે. અહીં મહિલાઓને પણ મિલિટરી તાલિમ લેવી ફરજીયાત છે. ઇઝરાયલના યુવકો ૩ વર્ષ માટે સેનામાં ફરજ બજાવે છે અને યુવતીઓ ૨ વર્ષ માટે પોતાની સેવા આપે છે.
ઇઝરાયલની વાયુ સેનાની વાત કરવામાં આવે તો ઇઝરાયલી વાયુ સેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે. જેનાથી અમેરિકા અને રશિયાની વાયુસેના પણ ડરે છે. વાયુસેનાની ક્ષમતાના મામલે માત્ર અમેરિકા, ચીન અને રુસ જ ઇઝરાયલથી આગળ છે. સિમિત વસ્તિ અને વિસ્તાર ધરવતા ઇઝરાયલ પાસે પોતાની સેટેલાઈટ સિસ્ટમ છે. ઇઝરાયલ પોતાના સેટેલાઈટ કોઈ પણ દેશ સાથે બાટતુ નથી. આ સેટેલાઈટના ઉપયોગથી ઇઝરાયલ ડ્રોન ચલાવવાની પણ ક્ષમતા ધરાવે છે. ઇઝરાયલ દુનિયાનો એક માત્ર દેશ છે, જે પુરેપુરો એન્ટિ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી લેસ છે. એટલે કે, તેની સીમા સહિત પુરા દેશમાં એન્ટિ બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમ દુશ્મનો તરફથી આવતી કોઈ પણ મિસાઇલને હવામાં જ ખતમ કરી નાખે છે. એટલે જ ચારો તરફથી દુશ્મનોથી ઘેરાયોલુ ઇઝરાયલ આજે પણ સુરક્ષિત છે. ઇઝરાયલ પર દરરજા અરબ દેશ સમર્થિત આતંકીઓ રોકેડ વડે હુમલો કરે છે. પરંતુ તમામ રોકેટ ઇઝરાયલની ડીફેન્સ સિસ્ટમને કારણે રસ્તામાં જ ધ્વસ્ત થઈ જાયે છે.
પર્યાવરણની વાત કરવામાં આવે તો ઇઝરાયલ દુનિયામાં પહેલુ અને એક એક માત્ર રાષ્ટ્ર છે જેમાં પાછલી સદીની તુલનામાં આ સદીમાં વધારે વૃક્ષ છે. એટલે ઇઝરાયલે ના માત્ર ઉદ્યોગોનો વિકાસ કર્યો છે પરંતુ પર્યાવરણની જાળવણી ઉપરાંત તેનું સંવર્ધન પણ કર્યું છે. ઇઝરાયલ પર્યાવરણના વિકાસ મામલે પણ ખાસ જાગૃત છે. આ દેશ અન્ય ખાસીયતોની વાત કરવામાં આવે તો તેની ચલણી નોટોમાં બ્રેઇલ લિપી અને કે પ્રજ્ઞા ચક્ષુઓની ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તેની નોટને દ્રષ્ટિહીન લોકો પણ ઓળખી શકે છે.
ઇઝરાયલના જન્મથી જ અનેક મુસ્લિમ રાષ્ટ્રો તેના દુશ્મન રહ્યા છે. જેને કારણ તે અત્યાર સુધી ૭ મોટા યુદ્ધ પણ લડી ચુક્્યુ છે. એકવાર તો તેના ઉપર સાત દેશોએ એકી સાથે હુમલો કર્યો હતો. જાકે તે લડાઈમાં પણ ઇઝરાયલની જ જીત થઈ હતી. આ યુદ્ધમાં ઇઝરાયલે એકલે હાથે સાત મુસ્લિમ દેશોને ધુળ ચટાડી હતી અને જે વિસ્તારને તે લોકો વિવાદિત ગણાવી રહ્યા હતા. તેને પણ ઇઝરાયલે કબ્જે કરી લીધો હતો. એટલે કે ઇઝરાયલ એવા ભારતીય નેતાઓની જેમ નથી કે જે તમામ લડાઈઓ ટેબલ પર જ હારવા લાગે. ભારત પર કોઈ આતંકવાદી સંગઠન હુમલો કરે તો ભારતના નેતાઓની એક જ પ્રતિક્રિયા હોય છે કે અમે આની નીંદા કરીએ છીએ.. પરંતુ ઇઝરાયલ નીંદા કરવામાં નથી માનતુ. તેનો ફંડા સિમ્પલ છે જા કોઈ પણ આતંકી સંગઠન ઇઝરાયલના એક વ્યક્તિને પણ મારે છે તો ઇઝરાયલ તે સંગઠનના ૫૦ આતંકીઓને ઠાર કરે છે. તેણે હજુ સુધી તેના એક પણ દુશ્મનને જીવતો નથી છોડ્યો.
ભારતનો દુશ્મન નંબર વન એટલે પાકિસ્તાન પણ ઇઝરાયલને સખત નફરત કરે છે. આ વાતની સાબિતિ એ છે કે પાકિસ્તાનના પાસપોર્ટ પર જ લખ્યું છે કે, આ પાસપોર્ટ ઇઝરાયલને બાદ તમામ દેશો માટે માન્ય ગણાશે.. ઇઝરાયલના દુશ્મનો ભલે ગમે તેટલા હોય પણ તેની પોતાની અનેક ખાસિયતો છે. જેમકે, ઇઝરાયલ પોતે દુનિયાનો લોકતાંત્રિક દેશ છે પરંતુ બ્રિટન અને ન્યુઝિલેન્ડની જેમ તેનું સંવિધાન પણ લેખિતરૂપમાં નથી. તે પરંપરા અને સુવિધા પ્રમાણે તેના નિયમો બનાવે છે અને બદલે છે. ઇઝરાયલ પુસ્તક પ્રેમી દેશ હોવા છતા આખા દેશમાં પુસ્તકોની માત્ર ૪૦ જ દુકાનો છે કારણ કે ત્યા નાગરિકોને તમામ પુસ્તકો તેની સરકાર દ્વારા પુરા પાડવામાં આવે છે. ઇઝરાયલ એક માત્ર એવો દેશ છે જેણે વિશ્વના મોટા ભાગના પુસ્તકોનું પોતાની ભાષામાં ભાષાંતર કરાવ્યું છે. આ ઉપરાંત ઇઝરાયલ વિજ્ઞાનપ્રેમી હોવાને કારણે વસ્તિ દીઠ મ્યઝિયની સંખ્યમાં ઇઝરાયલનો વિશ્વમાં પ્રથમ ક્રમ આવે છે.
ઇઝરાલ વિસ્તારની દ્રષ્ટીએ એટલો સુક્ષ્મ છે કે, તેની પૂર્વથી પશ્ચિમ સીમા સુધીનું અંતર માત્ર બે કલાકમાં દોડીને પુરુ કરી શકાય તેટલુ છે. તો તેનું ઉપરથી નીચેનું અંતર ૯ દિવસમાં પાર કરી શકાય તેટલુ છે. જાકે આટલા નાના દેશથી વિશ્વના અનેક દેશો ઇર્ષા કરે છે. પરંતુ આ દેશો ઇર્ષા સિવાય ઇઝરાયલનું કઈ કરી શક્તા નથી. એટલે જ તો વિશ્વના મોટા ભાગના ઇસ્લામિક દેશોએ ઇઝરાયલ પર પ્રતિબંધ મુક્યું છે. આ દેશોમાં ના તો ઇઝરાયલના કોઈ નાગરિકને પ્રવેશ મળે છે. ન તો તેની કોઈ વસ્તુને.. આ દેશો ઇઝરાયલથી એટલા બધા ડરે છે કે, જો માલવાહક જહાજ ઇઝરાયલ થઈને પ્રસાર થતુ હોય તો તે જહાજમાં અન્ય દેશમાંથી પોતાના દેશમાં આવતો સામાન પણ ખરીદતા નથી. આ ઉપરાંત જા કોઈ વ્યક્તિના પાસપોર્ટ પર ઇઝરાયલનો સિક્કો હોય એટલે કે તે વ્યક્તિએ ઇઝરાયલની મુલાકાત કરી હોય તો આ દેશના વિઝા મળવા ખૂબ મુશ્કેલ છે.
ઇઝરાયલ વિશે માહિતી મેળવવાનો ઉદ્દેશ એટલો જ છે કે, જો એક નાનકડો દેશ પુરી દુનિયાની મહાસત્તાને હંફાવી શક્તો હોય તો ભારત જેટલો વિશાળ દેશ શું ના કરી શકે ? ભારતીયો જો તમામ વાડાઓમાંથી બહાર નિકળીને ઇઝરાયલની જેમ દેશ માટે વિચારે એટલે કે માત્ર વાતોમાં નહી પણ વર્તનમાં પણ એક્તા અને રાષ્ટ્રવાદ ઉતારે તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી ના શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY