સમગ્ર દેશે મિગ ૨૧ના પાયલોટ અભિનંદન વર્ધમાનનુ વીર નાયકની જેમ સ્વાગત કર્યું પાકિસ્તાનના લડાકુ વિમાનનો પીછો કરતા પાકિસ્તાનની હદમાં પહોંચી ગયેલ ભારતના મિગ ૨૧ના જાબાજ પાયલોટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનની હદમાં ઉતરવું પડ્યું તેમની સાથે ત્યાંના સ્થાનિક લોકોએ ગેરવર્તન પણ કર્યું જે ના થવું જાઈએ આખરે ભારતે પોતાના આ જાબાજ પાયલોટને સહી-સલામત પાકિસ્તાનથી છોડાવવામાં સફળતા મળી પાકિસ્તાને ભારત ઉપર મિસાઈલ નાખ્યા તેના પુરાવા પણ ભારતની સેનાએ મીડિયા દ્વારા પાકિસ્તાને એફ ૧૬ વિમાન દ્વારા ભારતની ઉપર મિસાઈલ નાખ્યા પરંતુ ભારતને કોઈ નુકસાન થયું નથી પાકિસ્તાને કહ્યું હતું કે તેણે ભારત ઉપર કોઈ મિસાઈલ ફેકી નથી તેવી કરેલી ઘોષણાના જવાબમા સેનાએ નાખવામાં આવેલી મિસાઈલ ના ટુકડા બતાવ્યા હકીકતમાં ભારતે પાકિસ્તાનને જે નુકસાન પહોંચાડ્યુ તે પુલવામાનો બદલો લેવાને માટે તેની જાણ દેશને આપવામાં આવે તો ભારત વધુ ઉચુ માથું રાખીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ બેનનકાબ કરી શકે છે.
ભારતમાં યુદ્ધનો ઉન્માદ છવાયેલો છે જે ધીરે-ધીરે ઓછો થતો જશે પાયલોટ પાછા પણ આવી ગયા હશે પરંતુ પાકિસ્તાનને પાઠ ભણાવવાનુ ભારતે જે નક્કી કર્યું છે ,પ્રતિજ્ઞા લીધી છે પાકિસ્તાનને વિશ્વ કક્ષાએ અલગ-થલગ કરી દેવુ તેના પર એવું દબાણ બનાવીને રાખવાનું કે તે આતંકવાદને પાળે નહી પોષે નહી અને જેમણે પુલવામાં હુમલો કરી ભારતના ૪૪ જવાનોને શહિદ કર્યા તે આતંકવાદી મસૂદ અઝહર ભારત ને સોંપી દે જેથી ભારત તેને તેને કરેલા કુકર્મની સજા આપી શકે ભારત અને ભારતની મોદી સરકાર આમાં જરાય પણ ઢીલ ન રાખે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હજી તો પાયલટ પ્રોજેક્ટ પૂરો થયો છે રીયલ તો હજુ બાકી છે વડાપ્રધાને સાચું કહ્યું હજુ તો આ ટ્રેલર છે પાકિસ્તાનની આતંકીઓનું પૂરું પિક્ચર હજુ બાકી છે આવનાર લોકસભાની ચૂંટણીઓને રોકી શકાય તો એ પણ રોકીને પાકિસ્તાનની વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલી કાર્યવાહી ને તેના અંજામ સુધી લઈ જઈને ભારત ઝીરો ટોલરન્સની પોતાને નીતિને બનાવી રાખે.“
પાકિસ્તાનને ચારેબાજુથી ઘેરીને ભારતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી પોતાને સુરક્ષિત કરવાનો આવો મોકો વારંવાર નહીં મળે ભારતના ૪૪ જવાનોને શહીદ કરીને પાકિસ્તાને બહુ મોટી ભૂલ કરી છે તેને તેનાથી મોટી સજા આપવાનું કામ ભારત અડધે રસ્તે ના છોડી દે અને કેવી રીતે ભારતના જાબાજ પાયલોટને સકુશળ છોડાવ્યો એવીજ રીતે પાકિસ્તાન મસૂદ અઝહરને પણ વાઘા બોર્ડર પર ભારતને સોપે એવી તેની હાલત કરવી પડશે જેથી મસૂદને ભારત લાવીને ભારતના નિર્દોષ લોકોને અને ૪૪ જવાનોના જીવ લેવાના ગુનામા મસૂદને કરેલા ગુનાની સજા કરી તેને ફાંસીના ફંદા પર ચડાવી ભારત પાકિસ્તાન અને તેના મિત્ર રાષ્ટ્રને એ સંદેશો આપી શકે કે ભારત કોઈને છેડતું નથી અને જા કોઈ ભારતને છેડે તો ભારત તેને છોડતું નથી મસૂદને સજા આપીને મોદી સાહેબ જે પરિસ્થિતિઓમાં અટલજીને આ આતંકીને છોડવા માટે મજબૂર થવું પડ્યું તેનો બદલો લઇ ને પણ અટલજીના આત્માને શાંતિ આપી શકાશે. પાકિસ્તાન માની ગયું પાકિસ્તાન ઝૂકી ગયું એવું માનીને ભારતે તેને ઘેરાબંધી માં રાખવાની કોશિશો છોડી દે અને ભારતે બદલો લઈ દીધો બધા કામ પૂરા થઈ ગયા અને વિજય માળા પહેરીને ભારત શાંતિથી બેસી જશે તો એ ભારતની સૌથી મોટી ભૂલ હશે મોદી સાહેબ પાઇલોટ પ્રોજેક્ટ પછી નાગને જીવતો ના છોડાય તે ફરીથી ડંખ મારશે આવા ઝેરિલા સાપને પગ નીચે કચડી નાખો એ જ એકમાત્ર આખરી ઉપાય છે ઉઠાવો લોખંડી પુરુષની જેમ લોખંડના પગ અને કચડી નાખો આ સાપને અને તેના સાપોલિયા કે જે ભારતમાં છુપાઈને તેને સાથ આપે છે…..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


