તા.૧૧
ચૂંટણી જાહેર થાય એટલે નાના મોટા તમામ અધિકારીઓ હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તેવુ કારણ આપી તેમને જે કામમ કરવા હોય તે જ કામ કરે બાકીના કામને આચાર સહિંતાના નામે રોકી રાખે, લોકસભાની ચૂંટણી પહેલા દરેક વિભાગોમાં બદલીઓનો દૌર શરૂ થયો હતો. જેમાં પોલીસ અધિકારીઓની પણ બદલીઓ થઈ હતી, આચાર સહિંતા જાહેર થાય તે પહેલા જે પસંદ છે તેવા અધિકારીઓને ચોક્ક જગ્યાએ અને જે નડી જાય તેવા છે તેવા અધિકારીઓને વખાર જેવા પોસ્ટીંગ આપી દેવાની શરૂઆત થઈ હતી. ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવા ડરમાં ગૃહ વિભાગે રવિવારની રજાના દિવસો પણ બદલીના આદેશ કર્યો હતો. આ જ પ્રકારનો તા ૯મી માર્ચના રોજ રાજયના ૧૨ ડીવાયએસપીની બદલીનો આદેશ થયો હતો જેની નકલ અગાઉના તમામ હુકમોની જેમ સોશીયલ મીડિયામાં ફરતી થઈ હતી.
તા ૯ માર્ચના રોજ સેકશન અધિકારી અમીત રાવલની સહિથી ફરતા થયેલા આદેશનો ક્રમાંક ડીવાયએસ-૧૦૨૦૧૯-૫૩૨-બી હતો આ આદેશમાં રાજયના ૧૨ ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી હતી જેમાં ઘણા ડીવાયએસપી સ્ટેટ મોનીટરી સેલ જેવા મહત્વના સ્થાન ઉપર મુકાયા હતા જયારે કેટલાંક અધિકારીની એસઆરપીમાં બદલી થઈ હતી, જે પોલીસ અધિકારીની સારી જગ્યાએ બદલી થઈ હોવાનો સરકારી આદેશ વોટસઅપમાં ફરતો થતાં સારી જગ્યાએ જનાર પોલીસ અધિકારીઓને ત્યાં મળવા આવનાર શુભેચ્છકોની લાઈનો લાગી હતી. જો કે શુભેચ્છા સ્વીકારનાર અધિકારી મળવા આવનારને નિરાશ કરતા ન્હોતા. પણ હજી તેમને નવા પોસ્ટીંગનો ઓર્ડર મળ્યો નથી તેવુ કહેતા હતા,
જેમને બદલી થઈ હોવાનો આદેશ હતો તેવા અધિકારીઓને બદલીનો સત્તાવાર આદેશ મળ્યો ન્હોતો, છતાં તેઓ ગૃહ વિભાગમાં ફોન કરી તેમના પોસ્ટીંગનો ઓર્ડર કયારેય આવી રહ્યો છે તેની તપાસ કરી રહ્યા હતા, વોટસઅપમાં ફરી રહેલા સરકારી આદેશમાં શંકા કરવા જેવુ કઈ ન્હોતુ કારણ તેમાં રાજયપાલના હુકમથી તેમના નામે વગેરે વગેરે બાબત સહિતની તમામ બાબતો લખેલી હતી જે સરકારી આદેશમાં હોય છે તેવુ બધુ જ હતું, આ ઉપરાંત પ્રથા પ્રમાણે આ બદલીના આદેશની નકલ ગૃહરાજય મંત્રી સહિત તમામ સંબંધીતોને મોકલવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ હતો.
બદલીના આદેશના બે ત્રણ દિવસ પછી પણ સંબંધીત અધિકારીઓને બદલીનો આદેશ નહીં મળતા શંકા ગઈ હતી કે ખરેખર કોઈ ડીવાયએસપીનો બદલીનો બનાવટી આદેશ તૈયાર કરી સોશીયલ મીડીયામાં ફરતો કર્યો હતો. આ મામલે ખરાઈ કરવા ગૃહ વિભાગના અધિકારી પંકજ ત્રિવેદ્દીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પ્રશ્ન સાંભળ્યા બાદ કહ્યું કે આ અંગે તેઓ કઈ કહી શકે તેમ નથી સંબંધીત વિભાગ જ તેનો જવાબ આપી શકે તેમ છે, વધુ ખરાઈ કરવા માટે ગૃહ વિભાગના પાવરફુલ અધિકારી કરી અને પ્રદિપસિંહ જાડેજાના અત્યંત વિશ્વાસુ અધિકારી નીખીલ ભટ્ટને તા ૯ માર્ચના ડીવાયએસપીની બદલીના આદેશ અંગે પુછવામાં આવ્યુ ત્યારે પહેલા તો તેમને વાત ટાળતા હોય તે રીતે જવાબ આપ્યો કે તેઓ આ અંગે કઈ જાણતા નથી.
પણ જ્યારે તેમને વોટસઅપમાં ફરી રહેલા ગૃહ વિભાગના કહેવાતા આદેશની નકલ તેમના વોટસઅપ ઉપર મોકલી આપવાની વાત કરી ત્યારે પહેલા તો તેમણે કહ્યું કે હવે ચૂંટણી જાહેર થઈ ગઈ હવે શું કરીએ, પણ ગૃહ વિભાગના નામે જો કોઈ બનાવટ કરી રહ્યું છે તેવુ પુછતાં તેમણે તપાસ કરાવી લઈશું તેમ કહી વાત કાપી નાખી હતી. જો ખરેખર આ આદેશ બનાવટી હોય અને ગૃહ વિભાગના અધિકારીની બનાવટી સહીઓ પણ કરવામાં આવી હોય તો તેની ગંભીરતા વધી જાય છે, છતાં હજી સુધી ગૃહ વિભાગે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



