હાર્દિક પટેલ : ઇનિંગનો આરંભ કે એન્ડ

0
323

હાર્દિક પટેલ એટલે ગુજરાતનો પાટીદાર અનામતનો પાણીદાર ચહેરો .સને ૨૦૧૫માં આનંદીબેન પટેલની સરકાર ને પ્લાનિંગથી ડિસ્ટર્બ કરવા માટે અનામતનો પુનઃ એકવાર ગુજરાતમાં પલીતો ચાંપવાનું આવ્યો .અગાઉ આવા બે-ત્રણ આંદોલનો શરૂ થયેલા પરંતુ તે સફળ થઈ શક્યા ન હતા તો પણ એક વધુ આંદોલન નો પ્રારંભ સતાધારી પક્ષના લોકોએ (જોકે તે બાબત સિદ્ધ થઇ શકી નથી કે તે આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું) શરૂ કરાયું. આંદોલનનો એજન્ડા કે ધ્યેય સ્પષ્ટ નહોતો તો પણ પાટીદાર સમાજના લોકોને ઉશ્કેરીને, કેટલાક માલેતુજાર લોકોને જોડીને ગતિ આપવામાં આવી. તેમાં કોઈને ફાયદો થાય ન થાય પરંતુ હાર્દિક પટેલ લાઈમલાઈટમાં આવી ગયા .આજે તે રાષ્ટ્રીય રાજકારણના હીસ્સા તરીકે જાવામાં આવે છે. તે કલકત્તાની વિપક્ષી રેલીમાં મમતા બેનર્જી સાથે દેખાય છે. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરતા સંભળાય છે .આમ તો સને ૨૦૦૨ થી કેશુભાઈને ભાજપમાંથી હટાવવામાં આવ્યા ત્યારથી લગભગ પાટીદારના સમાજને આઘાત લાગ્યો.તેમની લાગણી જ્ઞાતિ માટે આત્યંતિક હંમેશા રહી છે તે ભાજપથી ખૂબ વિમુખ થઈ ગયા હતા . તેમની માન્યતા એવી હતી કે અમારી જ્ઞાતિના કેશુભાઈને ક્્યા કારણથી હટાવવામાં આવ્યા ? અમને અન્યાય થયો.તેના કારણે નરેન્દ્ર મોદી માટે હંમેશા દ્વેષ ની લાગણી બનતી રહી.
૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીઓમાં પણ હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસની સાથે મળીને તેમને સીધો પડકાર આપવા , પરાસ્ત કરવા માટે જબરદસ્ત પ્રયત્ન થયો પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા. તેથી માલેતુજાર લોકોએ પોતાના ધન કોથળા ખોલીને ભાજપને વધુ કેવી રીતે ડિસ્ટર્બ કરી શકાય તેઓ ગેમ પ્લાન બનાવ્યો ?તેમાં હાર્દિક મોહરા તરીકે ઉપસી આવ્યો. ૨૫ ઓગસ્ટ નો જીએમડીસી ગ્રાઉન્ડ નો એપિસોડ બળતામાં ઘી હોમવા જેવો બન્યો. આખરે આનંદીબેન પટેલને ક-મને રડતા ચહેરે ગુજરાતની ખુરશી છોડવી પડી. અથવા એમ કહો કે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ તેમને ખુરશી છોડવા મજબૂર કર્યા. પરંતુ હાર્દિક પટેલ હવે સત્તાધારી પક્ષના વિરોધમાં ઘણા આગળ નીકળી ગયા હતા જ્યાં થી પાછા ફરવું મુશ્કેલ હતું. તેથી સ્વભાવિક છે કે રાજનીતિમાં પોતાની ટાંગ અડા ડે.
ગુજરાતના રાજકારણમાં માત્ર જ્ઞાતિ નો સિક્કો ચાલતો નથી જાકે ભાજપ કે કોંગ્રેસ હમેશા જ્ઞાતિના ખોટા સિક્કાઓને પણ બજારમાં મૂકવાની ગુસ્તાખી કરતા રહે છે. પરંતુ જ્યારે કોઈ જ્ઞાતિ ગત વાત વધારે પ્રમાણમાં ચર્ચાય છે ,ફેલાય છે ત્યારે તેની પ્રતિસ્પર્ધી જ્ઞાતિઓ એક થઈને મતદાન કરતી હોય છે .ભૂતકાળમાં ગુજરાતમાં આ જ રીતે મતદાન થયા ના પરિણામો પરથી સાબિત થયું છે. ૨૦૦૨ ,૨૦૦૭, ૨૦૧૨ ,૨૦૧૭ ભાજપને મહાત કરી શકાયું નથી તેના માસ્ટર મેનેજરો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોઈને કોઈ પ્રકારના વ્યુહ ગોઠવીને સફળ થઈ જતા હોય છે. હાર્દિક માત્ર એક જ્ઞાતિના ચહેરા તરીકે ગુજરાત ઓળખે છે તે વાત સુવિદિત છે તેમના એ નિવેદનોને આજે પણ સોશ્યલ મીડિયામાં કવોટ કરવામાં આવી રહ્યા છે કે તેમણે પોતાની જ્ઞાતિ માટે વધુ પડતો સદભાવ અત્યંત કટ્ટરતા બતાવી હોય જેથી અન્ય જ્ઞાતિઓ ઓબીસી એસસી-એસટી તેમને કેટલા પ્રમાણમાં સ્વીકારે છે તે વાત ખૂબ મહત્વની છે.
ગુજરાતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ માત્ર ૧૮ ટકા થી વધુ નથી. તેથી બાકી રહેલાં સમાજા નો ટેકો મળવાનું સંભાવના કેટલી? હાર્દિક એ અગાઉ ઓબીસીમાંથી અનામત મેળવવા માટે નિવેદનો કરેલા છે એટલું જ નહીં એસસી-એસટીની સંપૂર્ણ અનામત નાબુદી માટે પણ તેના કેટલાંક નિવેદનો અગાઉ આવી ચૂક્યા છે. તેથી આ સમાજનો તેમને કેટલો ટેકો મળે છે તે પ્રશ્ન છે? વળી સૌરાષ્ટÙમાં, ગુજરાતમાં જ્ઞાતિ ફેક્ટર ખૂબ મજબૂતીથી હંમેશા દેખાયું છે , જ્યારે જ્યારે પાટીદાર સમાજે જાહેર અપીલ કરેલી છે ત્યારે અન્ય સમાજા તેમની તરફેણમાં ક્યારે દેખાયા નથી તેવા ભૂતકાળમાં ૨૦૧૭ની ચૂંટણીમાં તારણો હંમેશા જાવા મળ્યા છે. હાર્દિક પટેલ નું કોંગ્રેસમાં આગમન ફાયદો કરાવશે કે નુકસાન તે કહેવું મુશ્કેલ છે પરંતુ એટલું જરૂર કહી શકાય કે કોંગ્રેસ ના હાથમાંથી તેની પોતાની વોટ બેંક ઓબીસી ,પછાત સરકી રહી છે. ઘણાં બધા કોંગ્રેસી આગેવાનોએ એવો સંદેહ વ્યક્ત કર્યો છે કે હાર્દિક નું આગમન તેની પોતાની આંતરિક વોટબેન્કને ગુમાવનાર સાબિત થશે તેથી તે હાર્દિકના પ્રવેશને રોકવા મથામણ કરતા હતા પરંતુ તેમાં તેને સફળતા મળી નથી.
જામનગર લોકસભાની ચૂંટણી લડવાની વાત હાર્દિક અગાઉથી કરી ચૂક્્યો છે એટલે કે પ્રદેશ કોંગ્રેસ ત્યાં સાઈડલાઈન થઈ ગઈ છે .પોતે જાણે હાઇકમાન્ડ હોય તે રીતે તેમને નિવેદન ઘણા બધા કોંગ્રેસીઓના ભવા ખેંચાયા હતાં. તેથી જામનગર સહિતના કોંગ્રેસી આગેવાનો તેને કેટલો સહયોગ મળે છે તે વાત પણ એટલી જ મહત્વની છે .જામનગર લોકસભા ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક પોકેટમા હાર્દીક નો પાટીદાર સમાજમા પ્રભાવ ઓસરી ગયો છે. તેથી તેના પોતાના સમાજના મત મેળવવા તે સફળ થાય તેવા અણસાર ઓછા છે. તેનું આગમન પાટીદાર સિવાયના મત મેળવવામાં નાકે દમ મેળો આવી જશે .!તેથી તેને નુકસાનકારક સાબિત કરવામાં તેના વિરોધીઓ વધુ સફળ થશે
જામનગર લોકસભામાં ખંભાળિયા ,દ્વારકા ,જામનગર આ બધા મત ક્ષેત્રોમાં આહીર ,વાઘેર, ક્ષત્રિય વગેરે મતદારોનો પ્રભાવ વધુ છે છેલ્લે છેલ્લા ઘણા સમયથી, ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવારો વિજયી રહ્યા છે. તેથી કાલાવડ ને બાદ કરતા પાટીદાર પ્રભુત્વવાળી કોઈ સીટ ધ્યાન નથી. તેથી હાર્દિકનો વિજય ખૂબ કઠિન છે ભાજપ, કોંગ્રેસી બંને નેતાઓ તેને પછાડવાની હંમેશા કોશિશ કરશે જેથી હાર્દિકે એકલા હાથે લડવાનો વારો આવશે. ઉપરાંત તેનાથી અન્ય સમાજના લોકો પણ નારાજગી પેટી સુધી આવે . હાર્દિકની ઇનિંગ્સ આરંભ થાય એ પહેલા અંત તરફ ધકેલાઈ જાય તો તેમાં નવાઈ પામવા જેવું નહીં હોય!!!!??????

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY