ઉત્તરપ્રદેશ મથુરાની બ્રિજભૂમિ ફાઉન્ડેશન દ્વારા વડોદરા ખાતે એક સમારંભમાં રાજપીપળાના નમિતાબેન મકવાણા,વડોદરાના બ્રિજલ પટેલ અને વાપીના અલ્પાબેન કોટડીયાને શ્રેષ્ઠ રતિભાશાળી મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ આપી સન્માનિત કર્યા.
રાજપીપળા : ઉત્તરપ્રદેશ મથુરાની બ્રિજભૂમિ ફાઉન્ડેશન ડૉ.અંજલિ ધારના નેજા હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા અને મહિલાઓના વિકાસ ક્ષેત્રે વિશેષ કામગીરી કરી રહી છે.બ્રિજભૂમિ ફાઉન્ડેશન દ્વારા દેશભર માંથી પ્રતિભાશાળી મહિલાઓને શોધી એમનું વિશિષ્ટ સન્માન કરવાનું નક્કી કરી સર્વે હાથ ધરાયો હતો એ સર્વે દરમિયાન સંસ્થાને 3329 મહિલાઓની પ્રોફાઈલ મળી હતી.જેમાંથી દેશભરની 51 મહિલાઓ કે જેમણે અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી છે એમનો સમાવેશ કરવામાં આવ્યો.એ મહિલાઓમાં ગુજરાત માંથી રાજપીપળાના શિક્ષિકા અને સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા નમિતાબેન મકવાણા અને વડોદરાના બ્રિજલ પટેલ અને વાપીના અલ્પાબેન કોટડીયાનો સમાવેશ થયો.
બ્રિજભૂમિ ફાઉન્ડેશન દ્વારા વડોદરા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત 30મી જૂને વડોદરા ખાતે “નારી શક્તિ કો પ્રણામ” નામના એક મેગા એવોર્ડ સમારંભમાં દેશભર ની 51 શ્રેષ્ઠ પ્રતિભાશાળી મહિલાઓને અલગ અલગ ક્ષેત્રમાં વિશિષ્ટ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જેમાં ઘણા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવવાની સાથે સાથે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સૃજા સહેલી નામની એજીઓના માધ્યમથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત એવા રાજપીપળાના નમિતાબેન મકવાણાનું પણ પ્રતિભાશાળી મહિલા તરીકે વિશિષ્ટ એવોર્ડ આપી સન્માન કરાયું હતું.આમ નમિતાબેન મકવાણાએ નર્મદા જિલ્લાનું અને રાજપીપળાનું નામ રાષ્ટ્રીય ક્ષેત્રે રોશન કર્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



