રાણપુરમાંથી ઝડપાયેલ ખનિજચોરી કેસમાં ૧૯ દિવસ પછી ૧૦ સામે ફરીયાદ નોંધાઈ,પોલીસે ફરાર ભીમ બોળીયા સહીત ૧૦ આરોપીની શોધખોળ હાથ ધરી
બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાદર અને ગોમા નદી વચ્ચે બાતમીના આધારે અંદાજે ૧૯ દિવસ પહેલા ખાણ-ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી હતી.જેમાં ૧૦ જેટલા શખ્સો સામે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.બોટાદ ખાણ ખનીજ ટીમના અધિકારી બી.એમ.જાલોધરા તથા બોટાદ ડી.વાય.એસ.પી.ચેતન મુંધવાએ સંયુક્ત દરોડા પાડી રેતીચોરી માટે વપરાયેલ લોડર તથા ટ્રેક્ટરો પકડી પાડ્યા હતા અને તે વખતે જમીન માપણી અને તે વખતે ટ્રેક્ટરો અને લોડર બોટાદનો માલીક ભીમાભાઈ મોહનભાઈ બોળીયા ટ્રેક્ટર તથા લોડર ભગાડી ગયો હતો તેની વિધિસર તપાસ કરી બોટાદ ખાણ ખનિજ તંત્ર દ્વારા આજરોજ રાણપુર પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર.દાખલ કરાવી લોડરના માલિક ભીમ બોળીયા વિરૂધ્ધ ૯૨૨૨.૪ મે.ટન સાદી રેતી પ્રતિ મે.ટન રૂ.૨૪૦ લેખે રૂ.૨૨,૧૩,૩૭૬ વાહનની કંપાઉન્ડ ફ્રી ટ્રેક્ટરની રૂ.૨૫,૦૦૦ લેખે રૂ.૧,૦૦,૦૦૦ તથઆ ખાણ વિભાગ ૧૦-૯-૧૮ના ઠરાવ ક્રમાંક ૯,૧૩,૦૧૮|DMF Environmeat compensation Fundના અલગથી મળી કુલ ૩૪,૨૬,૩૯૪ રૂ.ની એકબીજાની મેળાપીપણાથી સરકારની ખનિજ ચોરી કરેલ હોઈ લોડર અને ટ્રેક્ટરો ભગાડી જઈ સરકારી ફરજમાં રૂકાવટ બાબત ફરીયાદ દાખલ કરાવી છે તથા ૧૯.૬.૨૦૧૯ ના દિવસે જપ્ત કરેલ ટ્રેક્ટરો લોડર સિવાય બીજા જે નામ તપાસમાં ખુલ્યા તે નીચે મુજબ છે..
રિપોર્ટર-વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




