પુલવામાં આતંકી હુમલો કરનારા મસૂદ અઝહરને લઈને કેવુ રાજકારણ ખેલાઇ રહ્યું છે યુનો અને દુનિયામાં….! અમેરિકાએ ચીન ને કહ્યું મસૂદને આતંકવાદી જાહેર કરવામાં ચીન આડોડાઈના કરે. વીટોનો ઉપયોગ ના કરે. પાકિસ્તાન ચીન ને કહે છે કે તે મસૂદ ઉપર પાબંધી લાગવા દે. પરંતુ ભારત સરહદ પર તણાવ ઓછો કરે અને પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય વાત શરૂ કરવાનું કહે. અમેરિકા પછી કહે છે કે આમાં કોઈ શરત નહીં ચાલે. એટલે કે અમેરિકા ચીન અને તેમનો મિત્ર રાષ્ટ્ર પાકિસ્તાન ત્રણે આપસમાં મળીને પોતાની ખીચડી આવી રહ્યા છે. ભારતને અમેરિકા કંઈક બીજું કહે છે અને પાકિસ્તાનને કંઇક બીજું. ચીનને કહે છે કે તે આડોડાઈ ન કરે. પરંતુ જ્યારે ચીને મસૂદને આંતરરારાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો અને વીટો પાવરનો ઉપયોગ કર્યો ત્યારે આ અમેરિકા શું વીટો પાવરની ઉપર વીટો પાવરનો ઉપયોગ કરી શકતું ન હતું….?
યુનોમાં અમેરિકાનો ચીન કરતા પણ વધુ પાવર છે વિટો પાવર ની ઉપર વીટો પાવર ચાલી શકે છે. તો તે સમયે અમેરિકાએ વીટોનો ઉપયોગ કર્યો હોત તો આજે ચીનને એ ના કહેવું પડત કે તે આડોડાઈ ના કરે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અમેરિકા, ચીન અને પાકિસ્તાન આ ત્રણેયની ટુકડી ભારતથી છલ કપટ કરી રહ્યા છે. ભારત મસૂદ અઝર ની વિરુદ્ધ બધાને તેના કુકર્મોની કર્મ કુંડળીઓની સાબિતીઓ આપતા આપતા થાકી ગયું છતાં પણ તેને આંતરરારાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આ ત્રણેય ભારતની વિરુદ્ધ ષડ્યંત્રકરી રહ્યા છે. ભારતમાં મસૂદ ભારતના જવાનોને શહીદ કરે છે એ શું અમેરિકાને દેખાતું નહીં હોય…? અમેરિકા જા લાદેનના ઘરમાં ઘૂસીને મારી શકે છે તો શું ભારત મસૂદને નથી મારી શકતુ….? ભારતને આ કાર્યમાં અમેરિકાએ સાથ આપવો જોઈએ કે નહીં…..?
ભારત સરકાર પાકિસ્તાન સાથે વાત શા માટે શરૂ કરે….? ભારત-પાકિસ્તાનની વાત શા માટે માને. ભારત સાચા અર્થમાં જુએતો અમેરિકા અને ચીન બન્ને છળકપટ કરી રહ્યા છે. આ ત્રણેય એક જ થેલાના ચટ્ટાપટ્ટા છે. ભારત એનાથી સાવધાન રહે તેટલું જ સારું છે. પરંતુ આવું નથી થઈ રહ્યું. ભારતે પોતાના જુના મિત્ર રશિયાની તરફ ફરવું જોઈએ. અમેરિકા પોતાના સ્વાર્થ માટે ભારત નો ઉપયોગ કરી રહ્યું છે. ભારતનું સાચું મિત્ર રશિયાજ છે ૧૯૭૧માં પાકિસ્તાનની સાથેના યુદ્ધમાં રશિયાએ જ પાકિસ્તાન અને અમેરિકા ને ડરાવ્યા હતા. અને ભારતની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાથી રોકી દીધા હતા એક વાત એ પણ છે કે મસૂદને આંતરરારાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની જીદ કરવાને બદલે ભારત રશિયાની મદદ લઈને મસૂદને લાઅદેનની જેમ ઠેકાણે પાડી દે.અમેરિકા અને ચીન ભારતના ક્યારેય પણ દોસ્ત ન હોઈ શકે. તેઓ ભારતને પરેશાન કરવાને માટે પાકિસ્તાનને આગળ કરે છે. અમેરિકા ઈચ્છતુ હોત તો મસૂદ ક્યારનોય આંતરરારાષ્ટ્રીય આતંકી જાહેર થઈ ગયો હોત. પરંતુ આ ટુકડી આવું નહીં થવા દે. એ કહેવાની જરૂર નથી. ભારત અમેરિકાના પ્રભાવમાંથી બહાર આવે તે ભારતના હિતમાં છે. નહિ તો અમેરિકા અને ચીનનો આ વીટો વાળો ખેલ ચાલતો જ રહેશે…. ચાલતો જ રહેશે….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


