ભોગવો તો ભવ તરો, નહીં તો અસુખ અધોગતિનું કારણ બને

0
18

શબ્દને જો વાણી હોત તો “ભોગ “એમ કહેત કે તમે ક્યારેક મને નાની કાળકોટડીના બંધિયાર અર્થમાં જકડી દો છો. વિજાતીય સજીવોની શારીરિક જિજિવિષાના અર્થમાં નહી,પરંતુ તમારી પાસે ની ક્ષમતા, તાકાત કે સંપત્તિ -ધન ને તમે પ્રવાહિત કરી તમારા સુખના ગ્રાફમાં ઉમેરો કરો.
જીવનની રફતાર ત્રણ રીતોથી ગબડે છે .ગબડવાનું કહેવા પાછળ પણ મારો એક સ્પષ્ટ ઇરાદો અને અભીપ્સા છે. સુખની પરિતૃપ્તિનો ઓડકાર ન હોય તો તેને ગબડવું જ જાણવું. મનોજગતને સમજણ નામની જડીબુટ્ટી જડે છે. ત્યારથી તે સતત એવું રટ્યા કરે છે ,કે હું સુખી નથી .તેનું આ અસુખ એક “અહક” બની જાય છે. તેના પાયામાં પોતે વહોરી લીધેલી આનંદશહીદી કારણભૂત છે. ત્રણ પ્રકારોમાં પહેલો છે સુખ ,બીજા વોહી રફતાર (ગીયર વગરની ન્યુટ્રોન સ્થિતિ સમજવી )અને છેલ્લું દુઃખ .માણસ જેમ જેમ અંકુરીત થતા સમજણના કૂવામાં ડૂબતો જાય છે .તેમ તેની સુખ કે આનંદ ની ચાવી ખોઈ નાખવા તે સમરથ થતો જાય છે. આકાશની અનંતતા કે પાતાળનું કારણ ગજથી માપી શકાય તો માણસની અપેક્ષાઓનો છેડો આવે. ત્યાંથી જન્મેલી મનોવ્યથા નું બીજ છે સંગ્રહવૃતિ.
સંપતિ સાધનો કે પૈસાનું ભેગું થવું યોગ્યાયોગ્યથી ઉભી થયેલી સ્થિતિ અથવા નસીબથી પ્રાપ્ત નું પહેલું પગથિયું ગણીએ. પરંતુ જા તેને ભોગવવામાં ન આવે તો તે આનંદ નહીં અસુખ આપીને અધોગતિનું કારણ બને છે. સાધુતાનું પ્રથમ લક્ષણ છે ત્યાંગ. જ્યાં સંગ્રહ નથી તેની સામેનો કિનારો છે. ત્યાં ત્યાગ અને તપ- તર્પણ નો એક હિસ્સો છે .જે ઓછામાં ઓછી વસ્તુથી પોતે ચલાવી શકે. જે પોતાની પાસે જ છે તેનો ઉપયોગ કે પ્રયોગ આનંદની અનુભૂતિ માટે કરી શકે.
પક્ષીઓ કે અન્ય જીવોએ બીજી સવારની ક્યારેય ચિંતા નથી કરી. એટલું જ નહીં નવા સુરજ સુધીનું તેનું અસ્તિત્વ હશે કે કેમ તેની પણ દરકાર નથી !?? પોતાનું નાનકડો ઘોંસલો એને મહેલથી પણ મોટો લાગે છે .એક વખત એક સાધુ પોતાના આશ્રમમાં રક્તપિત્તના દર્દીઓ ,ગરીબ ભિક્ષુકો વગેરે માટે આસપાસના દસ પંદર ગામમાં લોકો પાસેથી ભિક્ષા માગવાનું કાર્ય કરતા હતા. સવારમાં આઠ-દસકિલોમીટર ને બપોર પછી પણ એટલુજ ચાલી ભિક્ષા માગે. આસપાસના લોકો આ પ્રવૃત્તિ ખૂબ પ્રભાવિત હતા. ઘણા લોકોએ એવા હતા કે તેની ઝોળી ઝડપથી ભરાઈ જાય તો તેને વધુ ચાલવું ન પડે તેથી વધારે પ્રમાણમાં ભિક્ષા આપી દે. એક દિવસ આસપાસના ગામલોકો એ સુજાવ આપ્યો કે તમે જા ઈચ્છો તો આ સીધુ-સામાન માટે રોકડા પૈસા , બાજરો ,ઘઉં બધું આખા વરસનુ અમે આપી દઈએ .તમારે રોજ ની કડાકૂટમાંથી મુક્તિ મળે. તેણે આ દરખાસ્ત માટે ગુરુજીની આજ્ઞા માગી ત્યારે ગુરુજી નો જવાબ સુંદર હતો .’સાધુ કદી સંગ્રહ ન કરે અને જો તેમ થાય તો સંગ્રહિતતા તેની સાથે અનેક અનિષ્ટોની જાન જાડીને લેતી આવે .ભૂતકાળમાં ડોકિયું કરી જાજા અનેક ઉદાહરણો જાવા મળશે આપણે તો ત્યાગને મુઠ્ઠીમાં રાખીને ચાલવાનું છે બાકી એ જ લોકો જા તારામાં અનિષ્ટ જાઈ જશે તો પથ્થરો લઈને પાછળ દોડતા દેખાશે .’આવે તે વહાવો સાધુ તો ચલતા ભલા.’ બસ એ શિષ્ય પાસે હવે કોઇ શબ્દો ન હતા. જ્યારે તમારી પાસે વધુને વધુ સંગ્રહિત થતું રહેશે
ત્યારે તમારી અપેક્ષાઓ આડેધડ વિસ્તરતી રહેશે. ભેગું કરેલું ધન કે સંપત્તિ મિથ્યાભિમાન નોતરશે. આવા ઢગલાઓ તેને સાચવી રાખવા ચિંતા નું કારણ બને છે. મહાલયનો વસવાટ ઘણાં કિસ્સાઓમાં ઊંઘની ગોળીઓ ખાવા લાચાર બનાવે છે. વાતાનુકૂલિત યંત્રમાંથી ફેંકાતી શીતળતા માંહ્યલા ને ટાઢક આપી શકતી નથી. ફકીર કે ફૂટપાથ માં જીવી જાણનારા કદી આવતીકાલની ઉપાધિ કરતા નથી. તેથી તેને રસ્તા પર રઝળતું મોત મોજ ફકીરી ને મિસફાયર કરવાની ત્રેવડ નથી. જીવનને જોવાની દ્રષ્ટિ કેળવવી એ પણ કેળવણીનો જ એક ભાગ છે. મરીઝ સરસ વાત કરે છે.
” જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.” તમને પ્રાપ્ત તક કે ક્ષણ થીજી જવા નથી આવી. તે સમયના તકાજા માં તણાતી રહે છે. માટે તેને પોંખી લેવામાં સમય ગુમાવી શકાય નહીં.
ઝરણાની નિમૅળતાં પ્રવાહિતાને આભારી છે. ખાબોચિયાની બદબો તેનું બંધિયારપણું છે. જ્યારે જેણે હાથ લાંબો કરી અન્યોની મુઠ્ઠીઓ ભરી છે ત્યારે ત્યાં એશ્વર્ય ઉઘાડે પગે દોડતું આવ્યું છે. તમાકુના ડબ્બામાં ચા-ખાડ રાખીને શરૂ થયેલી સદાવ્રત પ્રવૃત્તિ હરિહર ના સાદથી હજારોની આંતરડી ઠારવા ના ઉદાહરણ છે. તોપણ ત્યાં તોટો થયો નથી .ચાલો, વાપરતા રહીએ વેહેચંતા રહીએ, મોજીલા અને મસ્ત રહીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY