બીજિંગ,તા.૧૭
દુનિયાભરમાં વૃક્ષો કપાવવાની ઘટનાના લીધે પર્યાવરણમાં ઘણા પ્રકારનાં અસંતુલન ઉદભવ્યાં છે. એક બાજુ અડધી દુનિયા પાણી માટે તરસી રહી છે તો ઘણા દેશોમાં પૂર જેવી હાલત છે. આ રીતે કેટલાક દેશોમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે તો અન્ય દેશોમાં ઠંડીના લીધે લોકોના જીવ જઈ રહ્યા છે. આની પાછળ એક મોટું કારણ સતત થઈ રહેલો વૃક્ષોનો વિનાશ છે. હવે ચીનના વિજ્ઞાનીઓએ તેનો વિકલ્પ શોધી લીધો છે.
ચીનના વિજ્ઞાનીઓેએ મોટા પ્રમાણમાં જૈવ ઉત્પ્રેરિત કૃત્રિમ લાકડાં બનાવવાની રીત શોધી છે તે લાકડાં પ્રાકૃતિક લાકડામાં હળવાં, પરંતુ મજબૂતાઈમાં એકસમાન હશે. સાયન્સ એડ્વાન્સ નામની જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં સારું પ્રદર્શન કરનાર પોલિમર મટીરિયલની સાથે સૂક્ષ્મ સંરચનાવાળા સેલ્યુલર સમાન લાકડાં અંગે જણાવાયું છે.
ચીનના સાયન્સ એન્ડ ટેક્નોલોજી યુનિવર્સિટીના યુ શુહોંગના નેતૃત્વના એક સંશોધક ટીમે થર્મોક્યુરિંગ પ્રક્રિયા દ્વારા પરંપરાગત ફેનોલિક રોલ અને મેલામાઈડ રોલને કૃત્રિમ લાકડાં જેવી સામગ્રીમાં પરિવર્તિત કર્યાં છે. સંશોધકો દ્વારા આ નવા પ્રકારે કૃત્રિમ લાકડાં તૈયાર કરવામાં મદદ કરશે.
સૌથી પહેલાં તરલ થર્મોસેટ રેઝિન જમાવીને સેલ્યુલર આકૃતિ સાથે લીલી કાયા તૈયાર કરવામાં આવી. ત્યારબાદ કૃત્રિમ પોલિમર લાકડાં મેળવવા માટે થર્મઓકુરિંગ કરાયું. તેનાથી આકાર અને પહોળાઇને નિયંત્રિત કરવામાં મદદ મળી. સંશોધકોનો હેતુ તેને એ પ્રકારે તૈયાર કરવાનો હતો કે તેનો પ્રયોગ વિવિધ વસ્તુઓમાં કરી શકાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


