અઠવાડિયાથી વીજ પુરવઠાના અભાવે ગ્રામજનોનો હોબાળો, ધરણા કરવાની ચીમકી

0
6

અરવલ્લી,તા.૨૧
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા છાત્રેસ્વરી ગામે છેલ્લા અઠવાડીયાથી ખેતી વિષયક અને જ્યોતિગ્રામ હેઠળ અપાતો વીજ પુરવઠો બંધ રહેતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. વીજ પુરવઠો પૂર્વવત નહિ કરાય તો યુજીવીસીએલ કચેરી આગળ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મોડાસા તાલુકાના દાવલી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના છાત્રેસ્વરી ગામે ૨૦૦ ઘરોની ૧૦૦૦ વસ્તી વસવાટ કરે છે. હાથમતી જળાશયમાં જમીન જતા પુનર્વસવાટમાં આ ગામે રહેતા પરિવારો વર્ષોથી છુટા છવાયા રહી રહ્યા છે. આ ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જ્યોતિ ગ્રામ અને ખેતીવિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા એક અઠવાડીયાથી આ ગામમાં વીજ પુરવઠો બંધ થઇ જતા ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
અઠવાડિયાથી વીજ પુરવઠાના અભાવે લોકોને હાલ પીવાના પાણી તેમજ પશુઓ માટે પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા વીજ કંપનીમાં વારંવાર રજુઆતો કરવા છતાં વીજ પુરવઠો પૂર્વવત નહિ કરવામાં આવતા ગ્રામજનોએ હોબાળો મહાવ્યો હતો. જો પુરવઠો પૂર્વવત નહિ કરાય તો વીજ કંપની ની કચેરી આગળ ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY