અરવલ્લી ભાજપમાં ગાબડું, ૧૦૦ કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા

0
33

અરવલ્લી,તા.૮
ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણીની તારીખ જાહેર અને ઉમેદવારો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન અરવલ્લી ભાજપમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સફળ રહ્યું છે. બાયડ બેઠક માટે માલપુરમાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના ૧૦૦ કાર્યકારો કોંગ્રેસમાં જોડાયા હતા.
પ્રદેશ નેતા બળદેવજી ઠાકોરના હસ્તે ખેસ પહેરાવીનું કાર્યકરોનું કોંગ્રેસમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા ભાજપે ૫૦ કોંગ્રેસી કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યા હતા, જેનો વળતો જવાબ આપતાં કોંગ્રેસે ભાજપના કાર્યકરોને પક્ષમાં જોડયા હતા.
બાયડ બેઠક પર ભાજપ તકફથી ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસ તરફથી પટેલ જશુભાઇ શિવાભાઇ પેટા ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યની છે બેઠકોની પેટા ચૂંટણી માટે ૨૧મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે ૨૪મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY