યુવતીએ નોકરી જવાની જિદ્દ કરી,પતિએ ના પાડી વેલણ વડે હુમલો કર્યો

0
218

અમદાવાદ,તા.૨૩
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી એક યુવતીને તેના પતિએ વેલણ વડે મારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતીના પતિએ તેને નોકરી કરવાની ના પાડતાં બુધવારની મોડી રાતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેના પર વેલણ વડે હુમલો કર્યો હતો.
પતિએ વેલણથી માર માર્યા બાદ તેણે જ ફોન કરીને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવી હતી. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શિવસુખનગરમાં રહેતી અને રાયપુર ખાતે ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતી શિવાની રાઠોડે તેના પતિ યતીનભાઇ રાઠોડ વિરુદ્ધમાં માર મારવાની ફરિયાદ કરી છે.
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે શિવાની અને યતીનભાઇના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. છેલ્લા ૧પ દિવસથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરીને લઇ શિવાની અને યતીનભાઇ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. મંગળવારની રાતે શિવાની નોકરી પરથી પરત આવી ત્યારે યતીનભાઇએ તેની સાથે બોલાચાલી કરી હતી.
બોલાચાલી બાદ યતીનભાઇએ એકાએક શિવાની પર વેલણથી હુમલો કરી દીધો હતો. શિવાનીને વેલણ વડે માર માર્યા બાદ યતીનભાઇએ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ ગયા હતા.
ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં તે તાત્કાલિક એલ.જી.હોસ્પિટલમાં આવી ગયા હતા અને યતીનભાઇ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. યતીનભાઇએ પોતાનો ગુનો સ્વીકારતાં જણાવ્યું છે કે છેલ્લા દોઢેક વર્ષથી મારા બે વર્ષના પુત્રને મારી માતા સંભાળી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY