ઓગસ્ટા,તા.૧૫
ટાઇટર વુડ્સે વિવાદો અને કરિયર માટે આફત બનેલી ઈજામાંથી બહાર આવીને શાનદાર વાપસી કરતા નાઇન રૈલીની સાથે ૮૩માં માસ્ટર્સ ગોલ્ફ ટાઇટલ જીત્યું જે તેના કરિયરનું ૧૫મું ટાઇટલ છે.
છેલ્લા ૧૧ વર્ષથી ટાઇટલ માટે રાહ જોઈ રહેલા ૪૨ વર્ષના અમેરિકી ધુરંધર વુડ્સે ૨૦૦૮માં યૂએસ ઓપન બાદ પ્રથમ ટાઇટલ પોતાના નામે કર્યું છે. તેણે જીત બાદ કહ્યું, જે પણ થયું, ત્યારબાદ આ અદ્ભૂત છે. હું ચાલી શકતો નહતો, સુઈ શકતો નહતો અને કંઇ કરી શકતો નહતો. તેવામાં વાપસી કરીને ટાઇટલ જીતવું અદ્ભૂત છે.
વુડ્સનું ૨૦૦૫ બાદ આ પ્રથમ અને કુલ પાંચમું માસ્ટર્સ ટાઇટલ છે. તેણે ૧૩ અન્ડર ૨૭૫નો સ્કો કરીને ૧.૮૨ મિલિયન યૂરો ઈનામ તરીકે જીત્યા છે. અમેરિકાના બ્રૂક્સ કોપકા, ડસ્ટિન જોનસન અને સૈન્ડર શાફેલે બીજા સ્થાન પર રહ્યાં હતા.
મેજર ટાઇટલ જીતવાના મામલામાં અમેરિકાના જૈક નિકલોસ જ હવે વુડ્સથી આગળ છે. નિકલોસે કુલ ૧૮ મેજર ટાઇટલ જીત્યા છે.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



