વન-ડે ટ્રાયેન્ગ્યુલર ટુર્નામેન્ટ : વિન્ડીઝ ટીમમાં રસેલ, ગેઇલનો સમાવેશ નહિ

0
9

કિંગસ્ટન,તા.૧૫
વેસ્ટ ઇન્ડિઝના સિલેક્ટરોએ આગામી ૩૦મી મે પૂર્વે ઇંગ્લૅન્ડમાં યોજાનારા વન-ડેના વર્લ્ડ કપ પહેલાં ૫-૧૭ મે દરમિયાન આયર્લેન્ડમાં રમાનારી વન-ડે ટ્રાયેન્ગ્યુલર ટુર્નામેન્ટ માટેની ટીમમાં આન્દ્રે રસેલ, ક્રિસ ગેઇલ, શિમરોન હેટમાયર અને અલ્ઝારી જાસેફનો સમાવેશ નથી કર્યો. આ ચારેય પ્લેયરો અત્યારે આઇપીએલમાં રમી રહ્યા છે અને એમાં પણ હેટમાયરને બાદ કરતા બીજા ખેલાડીઓ લગભગ દરેક મૅચમાં ચમકી રહ્યા છે.
જોકે, વેસ્ટ ઇન્ડિઝના ડિરેકટર આૅફ ક્રિકેટ જિમ્મી ઍડમ્સે સ્પષ્ટતા કરી હતી કે ‘આ કંઈ વર્લ્ડ કપ માટેની ટીમ નથી. ઘણા પ્લેયરો આઇપીએલમાં રમી રહ્યા હોવાથી ઉપલબ્ધ ન રહેતા અમુક નવા ખેલાડીઓને આયર્લેન્ડની આબોહવાનો અનુભવ કરાવવા લેવામાં આવ્યા છે.’
ટ્રાન્ગ્યુલર વેસ્ટ ઇન્ડિઝ, આયર્લેન્ડ અને બંગલાદેશ વચ્ચે રમાશે.
કૅરેબિયન ટીમઃ જેસન હોલ્ડર (કૅપ્ટન), જોન કૅમ્પબેલ, ડૅરેન બ્રાવો, શાઇ હોપ, શેલ્ટન કાટ્રેલ, શેનન ગૅબ્રિયલ, કીમાર રાચ, સુનીલ ઍમ્બ્રીસ, રેમન્ડ રાઇફર, ફેબિયન ઍલન, ઍશ્લી, નર્સ, રાસ્ટન ચેઝ, શેન ડાઉરિચ અને જાનાથન કાર્ટર.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY