૧૫ આૅગષ્ટથી વારાણસીમાં તમામ સરકારી વિભાગમાં પેપરલેસ પદ્ધતિથી કામ થશે

0
25

વારાણસી,તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીને ફાઈલોમાંથી મુક્ત કરવાનો દિવસ અને સમય નક્કી થઈ ગયો છે. ચાલુ વર્ષે ૧૫મી ઓગષ્ટથી વારાણસીના બધા સરકારી વિભાગમાં પેપરલેસ પદ્ધતિથી કામ કરાશે અને બધા વિભાગમાં હવે ઈ-આૅફિસ સિસ્ટમ હેઠળ કામ કરાશે. મહત્વની વાત એ છે કે ઈ-આૅફિસ સિસ્ટમ દ્વારા સરકારી વિભાગને ફાઈલોની માથાકુટમાંથી આઝાદી મળશે અને તેનાથી કોઈ પણ કામની લાંબી પ્રક્રિયાથી બચી શકાશે.
ઈ-આૅફિસની આ પરિકલ્પનાને સાકાર કરવાની જવાબદારી એનઆઈસીને સોંપવામાં આવી છે. એનઆઈસીના પ્રભારી એ.બી.સિંહના જણાવ્યા મુજબ વારાણસીને ૧૫મી ઓગષ્ટથી પેપરલેસ કરવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જેના માટે લખનઉમાં ટ્રેનિંગ દ્વારા માસ્ટર ટ્રેનર તૈયાર કરાયા છે અને હવે વિભાગના કર્મચારીઓને મૌખિકથી લઈ પ્રેÂક્ટકલ ટ્રેનિંગ અપાઈ રહી છે. પેપરલેસ વ્યવસ્થાના કુશળ સંચાલન માટે વારાણસીમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર અને અન્ય સંસાધનની ખરીદી ચાલુ છે. મશીનોની ખરીદી બાદ અહીં એક વિશેષ સાફ્ટવેર દ્વારા સરકારી કામકાજનું સંચાલન કરાશે.
ઈ-આૅફિસ ચાલુ થતાં જ દરેક વિભાગ સાથે જાડાયેલી સરકારી યોજનાઓની ફાઈલો અને ફરિયાદોની સુનાવણી અથવા પત્રવ્યવહાર આૅનલાઈન જ થશે. પત્રને સ્કેન કરી અપલોડ કર્યા બાદ ફાઈલ નંબર નાખી એક થી અન્ય ટેબલ પર અથવા પછી સંબંધિત અધિકારીને મોકલી આપવામાં આવશે. જેની પર અધિકારી પોતાની ટિપ્પણી લખી ડીજીટલ હસ્તાક્ષર કરશે. આ પદ્ધતિથી કામમાં પારદર્શિતા આવશે. રજાના દિવસે અધિકારી જ્યાં હોય ત્યાંથી જ ઈ-આૅફિસ આઈડી ખોલી ફાઈલને જાઈને આગળ વધારી શકશે. ફરિયાદ નોંધાવનાર વ્યÂક્તને એક નંબર મળશે, જેના માધ્યમથી તેને કાર્યવાહીની સંપૂર્ણ રૂપરેખા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY