સિદ્ધુનું માથું કાપી લાવવા બદલ બજરંગ દળનાં નેતાએ રૂ. ૫ લાખનું ઇનામ જાહેર કર્યું

0
14

રાષ્ટ્રીય બજરંગ દળનાં એક નેતાએ વીડિયો વાયરલ કર્યો સિદ્ધુનું માથું કાપી લાવવા જાહેરાત
આગરા,તા.૨૧
પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાને કારણે અને પાકિસ્તાન જનરલને ભેટ્યા બાદ નવજાત સિંહ સિદ્ધુને ચારેય બાજુથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ ક્રિકેટર નવજાત સિંહ સિદ્ધુ સામે બિહારના મુઝફ્ફરપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યાંજ આગરામાં રષ્ટ્રીય બજરંગ દળનાં એક નેતાએ દેશદ્રોહનો આરોપ ગણાવીને સિદ્ધુનું માથું કાપી લાવનારને પાંય લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી છે.
આગરાનાં રષ્ટ્રીય બજરંગ દળનાં જિલ્લા અધ્યક્ષ સંજય જાટનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેણે પંજાબનાં કેપ્ટન અમરિંદર સિંહ સરકારનાં મંત્રી નવજાત સિંહ સિદ્ધુનાં પાકિસ્તાનમાં ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પર આક્રોશ વ્યકત કર્યો હતો. તેણે જણાવ્યું કે આ દેશ દ્રોહીનું માથું કાપી લાવનારને ૫ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરું છું.
સંજય જાટે વિડીયોમાં જણાવ્યું છે કે, સિદ્ધુએ પાકિસ્તાન જઇને અમારા વીર સૈનિકોના લોહીની પ્યાસી સરકારનો સાથ આપ્યો છે. ત્યાં પાકિસ્તાન સૈન્યનાં જનરલને ભેટીને તેમણે કરોડો હિંદુઓની આસ્થા પર કુઠારાઘાત કર્યો છે. તેણે નવજાત સિંહને પડકારતા જણાવ્યું કે, સિદ્ધુ ગુરુ ગોવિંદ સિંહજીનાં નિવેદનને ભૂલી ગયા છે કે આ સમાજનાં લોકો કોઇનાં સગા નથી હોતા. તો તમે કેવી રીતે આવા લોકોને ભેટી શકો.
તેણે વધુમાં જણાવ્યું કે, ગદ્દારનું માથું કાપી લાવનારને સંજય જાટ ૫ લાખ રૂપિયાનો ચેક આપશે. તેણે વધુમાં જણાવ્યું કે, ચેક ત્યાં સુધી મારી પાસે રહેશે જ્યાં સુધી ગદ્દારનું માથુ કાપીને કોઇ લાવે નહી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY