યુવતિઓ પર રોફ જમાવનાર રોમિયોને પોલીસે જાહેરમાં કરાવી ઉઠક બેઠક

0
19

રાજકોટ,તા.૩૦
રાજકોટમાં જયાપાર્વતીના પર્વને લઇ ગઇકાલે એટલે રવિવારે રાત્રે યુવતિઓ અને મહિલાઓ આખી રાત જાગી ઉજવણી કરી હતી. આ પર્વમાં રોમિયાઓ પણ જાગ્યા હતા. બાઇકમાં આંટાફેરા કરી યુવતિઓ પાસે રોફ જમાવાવા નિકળેલા આવા રોમિયોના પોલીસે સીન વિખ્યા હતા અને પકડીને રસ્તા પર જાહેરામાં ઉઠક બેઠક કરાવી હતી.
જયાપાર્વતી વ્રતના જાગણર નિમિતે રવિવારે શહેર પોલીસ સાંજથી જ મેદાનમાં આવી ગઇ હતી. સાંજે શહેરભરમાં પોલીસ દ્વારા વાહન ચેંકિગ ઝુંબેશને પગલે દરેક મુખ્ય રસ્તા પર પોલીસ તૈનાતકરી દેવામાં આવી હતી. શહેરના રેસકોર્સ, અમીનમાર્ગ, કાલાવડ રોડ પર પોલીસે વાહનો ચેંકિગ કર્યા હતા અને ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી સીન સપાટા કરતા બાઇક ચાલકોને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું અને યુવતિઓ પાસે સીન જમાવવા અને છેડતીને ઇરાદે નીકળેલા આવરા તત્વોને પકડીને જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવી હતી. જો કે બીજી તરફ પોલીસની કામગીરીની લઇ રાજકોટિન્સે મોજ મજાને જલ્સાથી જયાપાર્વતીના પર્વની ઉજવણી કરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY