અહેમદ પટેલને કોંગ્રેસની બર્થ-ડે ગિફ્ટ : ખજાનચી તરીકે નિયુક્તિ કરાઈ

0
12

સીપી જોષીને નોર્થ-ઈસ્ટ રાજ્યોના ઈન્ચાર્જની જવાબદારી,- મીરા કુમાર INCના કાયમી આમંત્રિત સભ્ય
ન્યુ દિલ્હી,તા.૨૧
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(INC)ના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ સંગઠનમાં મોટા ફેરફાર કરવાની કવાયત હાથ ધરી છે, જેના ભાગરુપે કોંગ્રેસના નવા ખજાનચી તરીકે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની નિયુક્ત કરી છે. અહેમદ પટેલનો આજે જન્મદિવસ છે, ત્યારે તેમને સોંપાયેલી આ સૌથી મહત્વની જવાબદારી કોંગ્રેસ પક્ષ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(INC)ના ખજાનચી તરીકે મોતીલાલ વોરા આ પદ પર ખૂબ લાંબો સમય રહ્યાં. જોકે, તેમની વધતી ઉંમરને કારણે આ પદની જવાબદારી માથી મુક્ત કરાયા છે.
સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા બન્યા, ત્યારબાદ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(INC)ના પોલીટિકલ સેક્રેટરી અર્થાત કોંગ્રેસના અધ્યક્ષાના સલાહકાર તરીકે ખૂબ પાયાની કામગીરી કરી છે. એમણે પણ અહેમદ પટેલ સોનિયા ગાંધીના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે, ત્યારે અહેમદને સોંપાયેલી ખજાનચીની જવાબદારીને ૨૦૧૯ની ચૂંટણી પહેલા મહત્વની માનવામાં આવે છે.
જ્યારે ડો.કરણસિંહના સ્થાને રાજ્યસભાના સાંસદ આનંદ શર્માને કોંગ્રેસ ફોરેન સેલના ચેરેમેન બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત સી.પી.જોષીને નોર્થ ઈસ્ટન ઈન્ચાર્જ તરીકે જવાબદારી સોંપાઈ છે. તેમજ લોકસભાના પૂર્ણ અધ્યક્ષ મીરા કુમારને કોંગ્રેસ વર્કિંગ કમિટિના કાયમી આમંત્રિત સભ્ય બનાવવામાં આવ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY