સુરતઃ બાળકીની ઓળખ માટે ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ કામે લાગ્યા

0
19

પાંડેસરા વિસ્તારમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો
સુરત,તા.૮
સુરતના પાંડેસરા વિસ્તારમાં ચારથી પાંચ વર્ષની બાળકીના મળી આવેલા મૃતદેહ મામલે બાળકીની ઓળખ માટે સુરત પોલીસના ૧૦૦થી વધારે કર્મીઓ કામે લાગ્યા છે. આ માટે પોલીસે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે. પોલીસે સોશિયલ મીડિયામાં બાળકીની તસવીરની સાથે સાથે કોઈને તેના પરિવારને અંગે કંઈ માહિતી મળે તો પાંડેસરા પોલીસ સ્ટેશન અને પોલીસ કંટ્રોલ રૂમના નંબર પર જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત પોલીસના ૧૦૦ જેટલા કર્મીઓ બાળકીના ફોટોગ્રાફ્સ સાથે પાંડેસરા વિસ્તારની આસપાસ દરેક ઘરે જઈને પૂછપરછ કરી રહ્યા છે.
બાળકીની ઓળખ માટે ક્રાઇમ બ્રાંચની છ-છ અને એસઓજીની ત્રણ-ત્રણ ટીમો બનાવવામાં આવી છે. મંગળવારે મળેલા બાળકીના મૃતદેહ બાદ હજુ સુધી પોલીસ બાળકીના પરિવારને શોધી શકી નથી. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીને બર્બરતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. બાળકીના શરીર પર ઈજાના ૩૦ જેટલા નિશાન પણ મળી આવ્યા છે. પોલીસ બાળકીનો ફોટોગ્રાફ્સ બતાવીને લોકોને તેના માતાપિતા અંગે પૂછી રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY