નર્મદા જિલ્લાની ૯૭માં રચના

0
354

વર્ષ ૧૯૯૭માં નર્મદા જિલ્લાની રચના કરવામા આવી હતી.

વર્ષ ૧૯૯૭માં રચના કરવામાં આવી હોવા છતાં કેટલીક સુવિધા હજુ પણ સ્થાપિત કરવામાં આવી નથી.અથવા તો પ્રાથમિક સુવિધાનો લાભ લોકો સુધી પહોંચ્યો નથી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદેડ, દેડિયાપાડા, સાગબાડા તાલુકાને ભેગા કરીને નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી હતી.

જિલ્લાની રચના કરવામાં આવ્યાના ૨૧ વર્ષ થઇ ગયા હોવા છતાં પ્રાથમિક સુવિધા હજુ સુધી સામાન્ય લોકો સુધી પહોંચી નથી. જા કે હવે ચિત્ર બદલાઇ જશે તેમ લોકો માની રહ્યા છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ પડકારો પણ પહાડ જેવા રહેલા છે. જિલ્લામાં મોબાઇલ નેટવર્ક એક મોટી સમસ્યા છે. કોઇ મોટી કંપની હાલમાં મોબાઇલ ટાવર લગાવી રહી ન હતી. જેથી ડિજિટલ ઇન્ડયાનો નારો અહીં બિનઅસરકારક દેખાય છે. લોકોની પાસે મોબાઇલ ફોન છે પરંતુ નેટવર્કને લઇને હમેંશા લોકોની ફરિયાદ રહે છે. ઇમરજન્સીની સ્થતીમાં કલેક્ટર વિભાગ લોકોને વોકી ટોકી પર બોલાવે છે. આરોગ્ય સેવા પણ ફ્લોપ સાબિત થઇ ગઇ છે.

રાજપરિવારથી મળેલા ભવનમાં સરકારી હોસ્પટલ ચાલે છે. જેના સમારકામને લઇને કેટલીક ગુંચ રહેલી છે. દવા અને તબીબો પણ પુરતા પ્રમાણમાં હજુ સુધી ઉપલબ્ધ ન હતા. લોકો વધુ સારવાર માટે ભરૂચ અને વડોદરા જતા હતા. જા કે હવે ચિત્ર બદલાઇ જશે. અંકલેશ્વર અને રાજપીપળા વચ્ચે એકમાત્ર ટ્રેન ચાલે છે તે પણ દિવસમાં બે ચક્કર લગાવે છે. આ ટ્રેન ૬૨ કિલોમીટરના રસ્તાને સાઢા ત્રણ કલાકમાં પૂર્ણ કરે છે. રાજપીપળામા ૧૮૯૯માં નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. તેને બ્રોડગેજમાં ફેરવી દેવામાં ૧૧૦ વર્ષનો સમય લાગ્યો હતો. નર્મદા જિલ્લાના લોકો લાંબા સમયથી ટ્રેનોની સંખ્યા વધારી દેવાની માંગ કરી રહ્યા હતા. જા કે હવે સ્થતી સુધરી શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY