સુરતમાં પોલીસ,પ્રેસ સહિતના સ્ટીકરો પર પ્રતિબંધ મૂકાયો,કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યુ

0
32

સુરત,તા.૮
હાલ હાઈકોર્ટમાં ટ્રાફિક અને દબાણ મુદ્દે ટકોર બાદ સરકાર અને પોલીસ એક્શનમાં આવી ગયા છે. શહેરમાં દિનપ્રતિદિન ઘડાકેભેર દબાણમાં આવતા ઘર અને ટ્રાફિકના પ્રશ્નોનોનું નિવારણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે હવેથી પોલીસ, પ્રેસ સહિતના સ્ટીકરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ વિશે મળતી માહિતી અનુસાર, સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ વાહનોને લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા પ્રમાણે, હવેથી કોઈએ પોતાના વાહન પર પોલીસ,પ્રેસ સહિતના સ્ટીકરો ન લગાવવા જણાવ્યું છે. અને જે લોકો આ જાહેરનામાનું ભંગ કરતા નજરે પડશે તેમના વાહનો પરથી આવા સ્ટીકરો દૂર કરી દંડાશે. આ સિવાય આવા લખાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY