લાપરવાહીના કારણે પુલો ધરાશાયી

0
10

કોલકત્તામાં એક ૪૦ વર્ષ જુના પુલ તુટી પડવાના લઇને દેશમાં હાલમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ પુલ ધરાશાયી થવાની ઘટના ચોક્કસરણે દુખજ છે પરંતુ આવી ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. દેશના કેટલાક ભાગોમાં પુલ અને ફ્લાય ઓવર તુટી પડવાના બનાવો બની રહ્યા છે જે સ્પષ્ટપણે લાપરવાહી સાબિત કરે છે. મંગળવારના દિવસે સાંજે દક્ષિણ કોલકત્તામાં માજેરહાટ પુલ તુટી પડતા ભારે ઉત્તેજના ફેલાઇ ગ હતી.

આ પુલ ધરાશાયી થવાના કારણે જાનમાલના નુકસાનને લઇને હજુ સુધી પૂર્ણ મુલ્યાંકન કરવામાં આવ્યુ નથી. પરંતુ સ્થાનિક લોકોનુ કહેવુ છે કે પાસે મેટ્રોના થાંભળાના નિર્માણ કાર્યની બાબત જારી હતી. જેના કારણે પુલમાં નબળા આવી ગઇ હતી. જા કે નિષ્ણાંતો દ્વારા આ સંબંધમાં કોઇ ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી. કેટલાક સમય પહેલા પુલને લઇને ફરિયાદ આવી હતી. પરંતુ લાગે છે કે તેની તરફ ધ્યાન આપવામાં આવ્યુ ન હતુ. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ કોલક્તામાં બીજી વખત ફ્લાય ઓવર તુટી પડવાની ઘટના બની છે. વર્ષ ૨૦૧૬માં ઉત્તરીય કોલકત્તામાં ભીડવાળા વિસ્તારમાં નિર્માણ હેઠળ પુલ તુટી પડતા ૨૭ લોકોના મોત થયા હતા અને આશરે ૯૦ લોકો ઘાયલ થયા હતા. દેશભરમાં પુલો, ફ્લાયઓળરના પડવાની ઘટના બની રહી છે.

આ વર્ષે મે મહિનામાં વારાણસીમાં નિર્માણ હેઠળ ફ્લાયઓવર ધરાશાયી થતા કેટલાક લોકોના મોત થયા હતા. ગયા વર્ષે ગોવામાં એક પુલ તુટી પડતા કેટલાક લોકો ફસાઇ ગયા હતા. જે પૈકી કેટલાક લોકો નદીમાં તણાઇ ગયા હતા. વર્ષ ૨૦૧૬માં ગોમતી નદીની ઉપર બનેલા પુલનો એક હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો. જા કે એ વખતે કો મોટુ નુકસાન થયુ ન હતુ. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના કહેવા મુજબ ભારતમાં દરરોજ સાત માળખા ધરાશાયી થઇ રહ્યા છે. જેમાં પુલ અને ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. તેના આંકડાના કહેવા મુજબ વર્ષ ૨૦૧૦થી લઇને ૨૦૧૪ સુધી દેશભરમાં ૧૩૪૭૩ માખખા તુટી પડ્યા હતા. જેમાં ૧૩૧૭૮ લોકોના મોત થયા હતા. અમારી વિકાસ પ્રક્રિયા પર આ એક મોટો પ્રશ્ન પણ છે. પુલના નિર્માણના રાજનીતિ સાથે સીધા સંબંધ રહેલા છે. દરેક પાર્ટીની સરકાર પોતાના ચહીતાને પુલ બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપે છે. તેમની કામની ક્વાલિટી પર સામાન્ય રીતે નજર રાખવામાં આવતી નથી. કારણ કે કેટલીક મલાઇ તો નજર રાખનાર વ્યÂક્તના હાથમાં પણ આવી જાય છે.

પુલના નિર્માણની પ્રક્રિયામાં ભારે ભ્રષ્ટાચાર થાય છે. ખરાબ ડિઝાઇન અને કમજાર સામગ્રીના કારણે પુલ પોતાની અવધિ પહેલા જ તુટી પડે છે. પુલના નિર્માણ બાદ તેની નિયમિત ગાળામાં દેખરેખ અને મેન્ટીનેન્સ પણ જરૂરી હોય છે. જે ક્યારેય હાથ ધરવામાં આવતી નથી. હકીકતમાં એક પુલને કેટલાક પ્રકારના પરિબળો અસર કરે છે જેમાં પ્રાકૃતક અને માનવીય તત્વ પ્રભાવિત પ્રભાવિત કરે છે. જેમ કે નજીકના વિસ્તારમાં પાણી ભરવા, ભારે નિર્માણ કામગીરી, સાથે સાથે ભારે વાહનોની અવર જવર એકાએક વધી જવા જેવી બાબતોની અસર થાય છે. આ બાબત બાબતોના કારણે પુલ નબળા પડે છે. હાલની ઘટના બાદ ૨૦ વર્ષથી જુના રહેલા પુલના સેફ્ટી ઓડિટની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે જરૂરી છે. સમય રહેતા તેમને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલા લેવા જાઇએ. કોલકતામાં બનાવ બન્યા બાદ એમ કહેવામાં આવી રહ્યુ છે કે પોલીસે પહેલાથી જ પીડબલ્યુડીને પુલની સ્થતી અંગે વાત કરી હતી.

પરંતુ સમય રહેતા પુલની સમાર કામગીરી હાથ ધરી શકાઇ ન હતી. બીજી બાજુ આ મામલે રાજનીતિની શરૂઆત થઇ ગઇ છે. ભાજપે રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બચાવ અને રાહત કામગીરીની સાથે સાથે તપાસના પણ આદેશ આપ્યા છે. ભાજપે આ મામલામાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ સાંસદ રુપા ગાંગુલીએ કહ્યું છે કે, મમતા બેનર્જીની સરકાર આ દુર્ઘટનામાં થયેલા નુકસાનને ઓછું કરીને રજૂ કરશે. મમતા બેનર્જીને માત્ર મુખ્યમંત્રીની ખુરશીથી મતલબ છે. પુલની નજીક નિર્માણ કામગીરી ચાલી રહી હતી. આ પુલ બેહાલા અને ઇકબાલ વિસ્તારને પારસ્પરિકરીતે જાડે છે. વરસાદના લીધે આ બનાવ બન્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY