
ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારી પો.કમિશ્નરે મુલાકાત કરી
સુરત,તા.૭
સુરત શહેરમાં એક યુવક મોબાઇલના ટાવર પર ચડી ગયાનો બનાવ સામે આવ્યો છે. યુવકે ટાવર પર ચડીને શહેર પોલીસ કમિશ્નરને મળવાની માંગણી કરી હતી. યુવક મોબાઇલ ટાવર પર ચડી ગયો હોવાની જાણ થતાં જ અહીં હાજર લોકોનો જીવ તાળવે ચોંટી ગયા હતા. બનાવને પગલે પોલીસ કમિશ્નર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો. તેને નીચે ઉતારવા માટે પોલીસ અને ફાયરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવકને નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
યુવક મોબાઇલના ટાવર પર ચડી ગયાની વાત સામે આવતા જ લોકોએ આ અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે યુવકે પોલીસ કમિશ્નરને મળવાની માંગણી કરી હતી અને પોલીસ કમિશ્નર ઘટનાસ્થળે આવે તો જ નીચે ઉતરવાની વાત કહી હતી.
સુરત પોલીસ કમિશ્નર સતિશ શર્માને આ બાબતે રજુઆત કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે આ યુવકને ક્રેઇનની મદદથી સલામત રીતે નીચે ઉતાર્યો હતો. બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. ટાવર પરથી નીચે ઉતર્યા બાદ યુવકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભેસ્તાનમાં ઘર બાબતે તેની સાથે અઢી લાખની છેતરપિંડી થઈ છે. આ અંગે પોલીસે તેની ફરિયાદ ન લેતા તેણે પોલીસ કમિશ્નરને મળવા માટે આ રસ્તો અપનાવ્યો હતો.
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ચોપાટી ખાતે આશરે ૪૫ મિનિટ સુધી આ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. આ દરમિયાન અહીં રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ યુવકને સલામત રીતે નીચે ઉતારીને પોલીસ કમિશ્નર સાથે મુલાકાત કરાવવા માટે સાથે લઈ ગઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


