બનાસકાંઠા,તા.૧૪
બનાસકાંઠા જિલ્લા સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. દુષ્કર્મના કેસમાં શિક્ષકને ૧૦ વર્ષ કેદની સજા ફટકારી છે. ૨૦૧૭માં શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં શાળાએ જતી વિદ્યાર્થીને ધાકધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી શિક્ષક ચંદુ ભાગોરાને કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના મખાણું ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચંદુ ભાગોરા નામના શિક્ષકે આજ શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ વિદ્યાર્થીની માતાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે આ હવસખોર શિક્ષકની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી હતી. ત્યારે હવે બે વર્ષ બાદ આ શિક્ષકને સેશન્સ કોર્ટે ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




